Western Times News

Gujarati News

સુમિલ કેમિકલે લોન્ચ કર્યું – “બ્લેક બેલ્ટ” બોરર જીવાતો સામે સૌથી અસરકારક રક્ષણ

(અમદાવાદ): સુમિલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝે તાજેતરમાં ગુજરાતમાં પોતાની પેટન્ટેડજંતુનાશક બ્લેક બેલ્ટ લોન્ચ કરી છે. આ પ્રસંગે સુમિલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર સુકેતુ દોશીએ દાવો કર્યો હતો કે બ્લેક બેલ્ટ અનોખી ડ્રાય કેપ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે

જે જંતુનાશકોના સક્રિય ઘટકોને પોલિમર કેપ્સ્યુલમાં સુરક્ષિત રીતે સુરક્ષિત રાખે છે. જ્યારે છોડ દ્વારા જીવાતો સામે લડવા માટે જરૂરી હોય ત્યારે સક્રિય ઘટકો છોડના પાંદડા પર પૂર્વનિર્ધારિત સમયે પ્રસરી જાય છે. આમ બ્લેક બેલ્ટ,  જીવાતો ખાસ કરીને કેટરપિલર વર્ગની જીવાતો પર અસરકારક નિયંત્રણ પૂરું પાડે છે. બ્લેક બેલ્ટ ડાંગર, કપાસ, મગફળી, શેરડી, સોયાબીન અને ટામેટા, કોબીજ, મરચાં અને ડુંગળી સહિતના પાકોમાં જીવાતોનું અસરકારક નિયંત્રણ કરે છે.

સુમિલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર સુકેતુ દોશીએ દાવો કર્યો હતો કે બ્લેક બેલ્ટ એક અનોખો કોન્સેપ્ટ છે જ્યાં કંપનીની પેટન્ટેડ ડ્રાય કેપ ટેકનોલોજી બે એગ્રોકેમિકલ્સની સંયુક્ત ડિલિવરી શક્ય બનાવે છે; જે સરળતાથી હાલમાં ઉપલબ્ધ અને પ્રમાણમાં વધુ ઝેરી જેનરિક પ્રવાહી  ફોર્મ્યુલેશન્સનું સ્થાન લઈ શકે છે.

બ્લેક બેલ્ટ પાણીમાં મિશ્રિત કરી શકાય તેવું ફોર્મ્યુલેશન છે અને તેને નિર્ધારિત માત્રા (એકરદીઠ 2700-300 ગ્રામ)માં લગાવવું જોઇએ. મહત્તમ અસરકારક લાભ માટે આ મિશ્રણને પાણીમાં ભેળવીસૂચિત સમયમર્યાદામાં છોડ પર છંટકાવ કરવો આવશ્યક છે. બ્લેક બેલ્ટ છોડની સપાટી પર સમાનરૂપે ફેલાય છે અને ઝડપથી જીવાતોને નષ્ટ કરે છે.

બ્લેક બેલ્ટ એ ગંધરહિત છે અને સંપૂર્ણ છોડને લાંબા સમય સુધી રક્ષણ આપતી વખતે તેના છંટકાવ દરમિયાન બાષ્પીભવન નહીં થવાની ખાતરી આપે છે. ઉપરાંત જમીન અને પર્યાવરણ પર બ્લેક બેલ્ટના અવશેષોની અસર નહીંવત થાય છે.

મુંબઇ હેડ ક્વાર્ટર્ડ સુમિલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનો હેતુ અદ્યતન પાક સુરક્ષા અને વિશેષતા ખાતર ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણમાં તકનીકી નેતા બનવાનો છે. કંપનીના ઉત્પાદનોને યુએસએ, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ અમેરિકા, એશિયા અને મધ્ય પૂર્વ સહિત વિશ્વના 80 થી વધુ દેશોમાં સારો પ્રતિસાદ મળ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.