Western Times News

Gujarati News

હેમાંગ બદાણીને મેચના લાઇવ પ્રસારણ દરમિયાન બેટ વાગ્યું

નવી દિલ્હી, ભારતના પૂર્વ ક્રિકેટર હેમાંગ બદાણીને એશિયા કપ-૨૦૨૨ની મેચના લાઇવ પ્રસારણ દરમિયાન હાથમાં ઇજા પહોંચી છે. બદાણી મેચના સ્પોર્ટ્‌સ ચેનલના સેટ પર પૂર્વ ક્રિકેટર ક્રિસ શ્રીકાંત સાથે હતો. શ્રીકાંત સેટ પર બેટ લઇને એક શોટ સમજાવવાનો પ્રયત્ન કરતા હતા તે દરમિયાન બેટ બદાણીને હાથ પર વાગ્યું હતું.

આ વિશે હેમાંગ બદાણીએ ટિ્‌વટર પર કહ્યું હતું કે હું ભયાનક દર્દમાં છું જાેકે સૌભાગ્યથી કોઇ ફ્રેક્ચર થયું નથી. દવાના આધિન છું. આશા છે કે જલ્દી ઠીક થઇ જાઉં અને સેટ પર પાછો ફરું. આ ઘટના શ્રીલંકા અને અફઘાનિસ્તાનની મેચ દરમિયાન બની હતી.

પાકિસ્તાનની ટીમ ભારત સામે એશિયા કપના મુકાબલામાં કાળી પટ્ટી બાંધીને રમવા ઉતરી છે. આવું પાકિસ્તાનમાં પૂરગ્રસ્ત પીડિતો માટે એકજુટતા બતાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે.

બાબર આઝમે એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં પણ પૂર પ્રભાવિતો માટે મદદની જાહેરાત કરી હતી. વિરાટ કોહલી પાકિસ્તાન સામે ૧૦૦મી ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચ રમી રહ્યો છે. તે આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બન્યો છે.બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાને યૂએઈમાં છેલ્લા ૧૭ મુકાબલામાંથી ફક્ત એક જ ટી-૨૦ મેચ ગુમાવી છે.

ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. સૌપ્રથમ વખત વર્ષ ૧૯૮૪માં આ ટુર્નામેન્ટ યોજાઈ હતી. અત્યાર સુધીમાં ભારતે વર્ષ ૧૯૮૪, ૧૯૮૮, ૧૯૯૦-૯૧, ૧૯૯૫, ૨૦૧૦, ૨૦૧૬ અને ૨૦૧૮માં એમ કુલ સાત વખત એશિયા કપ ટૂર્નામેન્ટ જીતી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.