ઘરના કામ કરવામાં મમ્મી સોહાને મદદ કરે છે ઈનાયા
મુંબઈ, અભિનેત્રી સોહા અલી ખાન સોશિયલ મીડિયા પર પોતાના પરિવારના વીડિયો અને તસવીરો ઘણી વાર શેર કરતી હોય છે. ઘણીવાર તે દીકરી ઈનાયાના વીડિયો પણ શેર કરતી ય છે. શનિવારના રોજ તેણે ઈનાયાનો એક ક્યુટ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડિયોમાં જાેઈ શકાય છે કે ચાર વર્ષની ઈનાયા કપડાની ગડી કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે સોહા અલી ખાન અને કુનાલ ખેમુની દીકરી ઈનાયાનો જન્મ વર્ષ ૨૦૧૭માં થયો હતો. વીડિયો શેર કરીને સોહા અલી ખાને કેપ્શનમાં લખ્યું છે કે, શનિવારની સવાર કામ માટે હોય છે, અને બધા જ તેમાં જાેડાયેલા હોય છે. આ સાથે જ તેણે #weekends #choresforkids પણ લખ્યું છે. ઈનાયાનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. સેલેબ્સ પણ ઈનાયા પર પ્રેમ વરસાવી રહ્યા છે.
અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચને લખ્યું છે કે, Oh my cuteness. સિંગર શલમાલીએ લખ્યું છે કે, હું ખરેખર જાેવા માટે આતુર છું કે તે મોટી થઈને શું બનશે. લોકો ઈનાયાને આ પ્રકારે કામ કરતી જાેઈને સોહા અલી ખાનના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, આ ઘણી સારી વાત છે. બાળકોને રોજબરોજના કામ કરતા આવડવું જાેઈએ. દિયા મિર્ઝાએ પણ લખ્યું કે, શીખવાની આ અદ્દભુત પદ્ધતિ છે.
અંકુર તિવારીએ કમેન્ટ કરીને લખ્યું છે કે, મને આ મશીનની જરૂર છે. એક ફેને લખ્યું છે કે, સેલિબ્રિટી હોવા છતાં સોહા પોતાની દીકરીનો ઘણો સારો ઉછેર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૯માં ફિલ્મના સેટ પર કુનાલ અને સોહાની પ્રથમ મુલાકાત થઈ હતી.
૨૫ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ તેઓ લગ્નના બંધનમાં બંધાયા હતા. ૨૦૧૭માં ઈનાયાનો જન્મ થયો હતો. આ વર્ષે સોહા અને કુનાલે એક પુસ્તક પણ પ્રકાશિત કર્યુ હતું. સોહા જણાવે છે કે, ઈનાયાથી પ્રેરિત થઈને તેમણે આ પુસ્તક લખ્યુ હતું.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, સોહા અલી ખાન ઢીી૫ની સીરિઝ કૌન બનેગી શિખરવટીમાં જાેવા મળી હતી, જેમાં તેની સાથે નસીરુદ્દીન શાહ, રઘુબીર યાદવ, લારા દત્તા, ક્રિતિકા કામરા અને આન્યા સિંહ લીડ રોલમાં હતા. હવે તો અમેઝોન પ્રાઈમના શૉ Hush Hushમાં જાેવા મળશે. આ પ્રોજેક્ટમાં પણ જુહી ચાવલા, કરિશમા તન્ના, આયેશા ઝુલ્કા અને ક્રિતિકા કામરા તેની સાથે હશે.SS1MS