મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભંગાણ પડી શકે : રવિ રાણા
મુંબઈ : મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને જારદાર મડાગાંઠની સ્થિતિ પ્રવર્તી રહી છે. આ મડાગાંઠનો વહેલીતકે ઉકેલ આવે તેવા કોઇ સંકેત દેખાતા નથી. બીજી બાજુ શિવસેનાના જિદ્દી વલણના કારણે નવા સમીકરણો રચાવવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. શિવસેનામાં ભંગાણના ભણકારા પણ વાગી રહ્યા છે. આનો સંકેત આમરાવતી જિલ્લાના બદનેરા મતક્ષેત્રમાંથી ચૂંટાયેલા અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ આપ્યો હતો.
રવિ રાણાએ ભાજપને ટેકો આપ્યો છે. સાથે સાથે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને પણ ટેકો આપ્યો છે. તેઓ કહી ચુક્યા છે કે, જા શિવસેના ભાજપ સાથે સરકાર બનાવવાની દિશામાં આગળ નહીં વધે તો આ પાર્ટીમાં ચોક્કસપણે ભંગાણ પડશે.
શિવસેનાના નેતા અને સામનાના કારોબારી તંત્રી સંજય રાવતને પાર્ટીની કઠપુતળી ગણાવીને રાણાએ કહ્યું છે કે, દેવેન્દ્ર ફડનવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર જવાબદારી લેશે. તેમણે કહ્યું હતું કે, સેનાને માત્ર ૫૬ સીટો મળી છે અને આ ૫૬ સીટો પણ ભાજપ સાથે ગઠબંધનના કારણે મળી છે.
જા ભાજપ સાથે શિવસેનાએ ગઠબંધન રાખ્યું ન હોત તો શિવસેના મહારાષ્ટ્રમાં ૨૫ સીટ પણ મેળવી શકવાની સ્થિતિમાં ન હતી. તેમણે કહ્યું હતું કે, હાલમાં શિવસેનાના ૨૫ ધારાસભ્યો તેમની અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના સંપર્કમાં દેખાઈ રહ્યા છે. જા શિવસેના વિપક્ષમાં બેસવાનો નિર્ણય કરશે તો ફડનવીસના નેતૃત્વમાં તેઓ સરકારમાં સામેલ થશે.
અપક્ષ ધારાસભ્યના નિવેદનથી મહારાષ્ટ્રની રાજનીતિમાં જારદાર ગરમી જામી છે. સરકારની રચનામાં વિલંબ બદલ શિવસેના ઉપર દોષારોપણ કરતા રાણાએ કહ્યું હતું કે, સરકારની રચના કરવામાં શિવસેના દ્વારા અડચણો ઉભી કરવામાં આવી રહી છે.