Western Times News

Gujarati News

વકીલો સામે પગલા ભરવાની માંગ સાથે દિલ્હીમાં પોલીસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

 મુંબઈ: વકીલો અને પોલીસ વચ્ચે ખેંચતાણનો મામલો યથાવતરીતે આગળ વધ્યો છે. આના સંદર્ભમાં કેટલીક માંગોને લઇને જિદ્દી વલણ અપનાવી રહેલા પોલીસ કર્મીઓને સિનિયર અધિકારીઓએ માંગ સ્વીકાર કરવાની ખાતરી આપી છે. પોલીસ અને વકીલ વચ્ચેના વિવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયની પણ એન્ટ્રી થઇ છે. હાઈકોર્ટ પાસેથી તેના આદેશ પર સ્પષ્ટીકરણની માંગ કરવામાં આવી છે.

દિલ્હીમાં પ્રથમ વખત સેંકડો પોલીસ કર્મીઓ અને તેમના પરિવારના સભ્યોએ આજે વિરોધ પ્રદર્શન કરીને દેખાવો કર્યા હતા. પોતાના હેડક્વાર્ટરની બહાર જારદાર માંગ કરવામાં આવી હતી.

દિલ્હીમાં પ્રથમ વખત સેંકડો પોલીસ કર્મીઓ પણ રજૂઆત માટે આગળ આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ દિલ્હી પોલીસ આવે છે.

ગૃહમંત્રાલય દ્વારા હાઈકોર્ટમાં અરજી કરીને રવિવારના દિવસે તેના આદેશ પર સ્પષ્ટીકરણની માંગ કરી છે. ગૃહમંત્રાલય દ્વારા આદેશમાં સુધારા કરવાની માંગ કરવામાં આવી છે અને કહ્યું છે કે, બીજી નવેમ્બર બાદની ઘટનાઓ ઉપર આ આદેશ લાગૂ થવો જાઇએ નહીં.

આને લઇને હાઈકોર્ટે બાર એસોસિએશનને નોટિસ ફટકારી છે. મામલામાં હવે આવતીકાલે ત્રણ વાગે સુનાવણી કરવામાં આવનાર છે. વકીલોની સામે દંડાત્મક કાર્યવાહી ન કરવાના આદેશ પર કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટીકરણની માંગ કરવામાં આવી છે.

બીજી બાજુ પોલીસ કર્મીઓને ખાતરી આપવામાં આવી હોવા છતાં તેઓ સંતુષ્ટ દેખાઈ રહ્યા નથી. દિલ્હી પોલીસના જાઇન્ટ કમિશનર દેવેશચંદ્ર શ્રીવાસ્તવે પોલીસ કર્મીઓને ન્યાયનો વિશ્વાસ આપીને તેમને કામ ઉપર પરત ફરવા માટે અપીલ કરી છે અને કહ્યું છે કે, મારામારીના આરોપી વકીલોની સામે યોગ્ય કાર્યવાહી કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.