Western Times News

Gujarati News

પર્યુષણ મહાપર્વના આઠમા દિવસે જૈન મુનિશ્રીના મુખે બારસા સૂત્રનું વાંચન યોજાયું

(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) પાલનપુર નગરે શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્‌ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા,પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા સાનિધ્યમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના આઠમા દિવસની આરાધના યોજાઇ.

ત્યારે પર્યુષણ આઠમાં દિવસે સવારે ૮.૩૦ કલાકે ઉપાશ્રય ખાતે બારસાસૂત્રની અષ્ટપ્રકારી પૂજા,બારસા સૂત્રની પાંચ પૂજા,સોના રૂપાના મોતીથી વધામણાં કરવામાં આવેલ. ત્યારબાદ બારસાસૂત્ર વોહોરાવામાં આવેલ.

આ સંપૂર્ણ બારસા સૂત્રનું વાંચન પૂજ્ય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા એ કરેલ.સંઘના નાના-નાના બાળકો અને બહેનોએ પૌષધ ની આરાધના કરેલ.પર્યુષણના આઠ દિવસમાંથી પહેલા સાત દિવસ તો પ્રિપેરેશનના હોય છે અને આઠમો દિવસ જ પર્યુષણનો હોય છે,

કેમ કે એ દિવસ સાત દિવસ સમજ પ્રાપ્તર કર્યા પછી આઠમો દિવસ સમજપૂર્વકની ક્ષમાપનાનો હોય છે.કોઈ પણ કધોણીયા કપડાને સ્વચ્છ કરવુ હોય તો પહેલા એને પલાળવુ પડે,પછી ઘસવુ પડે,પછી જરૂર પ્રમાણે ધોકા માપવા પડે અને પછી આઠમા દિવસે જયારે એના પર ઈષાી મારવામાં આવે ત્યાપરે તે ચમકી ઉઠે.

એમ અનાદી કાળથી મલીન થયેલા આત્મારને પણ શુદ્ધ કરવા પહેલા ગુરૂ જ્ઞાનવાણીના જળથી પલાળવો પડે પછી અંદરમાં પડેલા ક્રોધ,માન,માયા,લોભ આદી કષાયોને બહાર કાઢવા પડે પછી કયાં કયાં નફરત અને અણગમો પડતા છે એનુ અવલોકન કરવુ પડે અને પછી જાે ક્ષમાપના થાય તો શુદ્ધ થયેલ આત્માર ચમકી ઉઠે.છેલ્લો આઠમો દિવસ એ સંવત્સરી મહાપર્વનો છે.એ દિવસે બારસાસૂત્રનું વાચન થાય છે.

કલ્પસૂત્રનું લખાણ બસો એકાણું કંડિકા છે અને તેનું માપ બારસો કે તેથી વધુ ગાથા કે શ્લોક પ્રમાણ જેટલું છે.કલ્પસૂત્રના સળંગ વાંચનથી કોઇ વંચિત રહી ગયું હોય છેલ્લા દિવસે સમગ્ર બારસાસૂત્રના શ્લોકો વાંચવામાં આવે છે.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકોએ કલ્પસૂત્ર ના વ્યાખ્યાન નું શ્રવણ કરેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.