Western Times News

Gujarati News

વિરપુર તાલુકામાં શ્રીજીની રંગેચંગે પધરામણી

(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર)વિરપુર, વિરપુર તાલુકામાં ગણેશ ઉત્સવની જબરજસ્ત ઉજવણી કરવાનો માહોલ જાેવા મળી રહ્યો છે ત્યારે ગણેશ મંડળોમાં શ્રીજીને લાવવા માટેની તૈયારી સવારથીજ કરવામાં આવી હતી છે. ચારે તરફ પ્રતિમાઓને ઢોલ નગારા સાથે સ્વાગત કરીને લાવવામાં આવ્યા હતા

વિરપુર તાલુકામાં આશરે ૪૮થી વધુ સ્થળે પંડાલો ધમધમશે અને ગણપતિ બાપ્પા મોરિયાના ભક્તિ ઉત્સાહ જનક નાદ ગુંજી ઉઠશે તો આ સાથે આધુનિક યુગમાં પરમ શાંતિ આપનાર ક્ષમાપનાના મહાપર્વ સંવત્સરીની ઉજવણી થશે બે વર્ષ બાદ કોરોનાથી મુક્તિ મળતા આ મહાપર્વો આજથી ધામધૂમથી ઉજવાશે

વિરપુર તાલુકામાં બે દાયકાથી સાર્વજનિક ગણેશોત્સવનું ચલણ વધ્યું છે એ પહેલા સદીઓથી ગણેશ ચતુર્થીનું પર્વ ઘરે ઘરે ધામધૂમથી ઉજવાતું જ રહ્યું છે આ દિવસે લોકો ઘરમાં સ્થાપિત ગણેશજીની વિશેષ પૂજા કરે છે ગૃહલક્ષ્મીએ ભાવથી બનાવેલ લાડુનો થાળ ધરાવાય છે, ગણેશ પ્રતિમાને નવો સિંદુર ચડાવાય છે. ગણેશજીની પૂજા લાખો ઘરોમાં રોજેરોજ સદીઓથી થતી રહી છે અને ગૃહમંદિરોમાં ગણેશની મુર્તિ અચૂક જાેવા મળે છે.

આજે વિરપુર, જાેધપુર, નુરપુર, બાર, લીમરવાડા, ડેભારી,કોયડમ સહિતના પંથકોમાં ગણપતિ પંડાલો ખાતે ગણેશજીની પ્રતિમાને ધામધૂમથી લાવવામાં આવ્યા હતા ત્યાર પછી સ્થાપના કરવામાં આવી હતી તાલુકામાં અનિસ્ચીત ધટના ના બંને તે માટે વિરપુર પોલીસ દ્વારા તાલુકામાં વિવિધ જગ્યાએ ૧૨૦ જેટલા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તાલુકામાં ૪૮ જગ્યાએ પંડાલો શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.