ઐતિહાસિક ગજાનન મંદિરે ભવ્ય લોકમેળામાં ભાવિકોનો મહેરામણ ઉમટી પડ્યો
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) આજે ગણેશચતુર્થી ..! પાંડવોના સમયના રાડબર ખાતેના ઐતિહાસિક અનોખા ગજાનન મંદિરે ભવ્ય લોકમેળામાં લાખો ભાવિકોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. આજે ગણેશ ચતુર્થીએ પરંપરાગત મેળામાં અરવલ્લી-સાબરકાંઠાના ભાવિકોનો ધસારો જાેવા મળ્યો હતો.
દેશભરમાં જ્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ મંદિરોમાં ભવ્ય લોકમેળાનું આયોજન થયું છે ત્યારે રાજસ્થાનના સિરોહી જિલ્લાના શિવગંજ તાલુકાના રાડબર ગામે અતિ પ્રાચીન ગજાનંદ મંદિર ખાતે આજરોજ ભવ્ય લોક મેળો યોજાયો હતો .
અરવલ્લીની ગિરમાળાઓમાં આવેલા આ ઐતિહાસિક ગણેશ મંદિર પાંડવ કાળનું હોવાનું મનાય છે…જ્યાં એક લાખથી વધુ ભાવિકો આ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. દુંદાળા દેવ ગણેશજીનો મહોત્સવ આવી ચૂક્યો છે…દેશભર માં ગણેશ પંડાલોમાં ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરાઈ છે…
ત્યારે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં એક અનોખું ગણેશજીનું મંદિર આવેલું છે….રિદ્ધિ સિદ્ધિ ગજાનંદ મંદિર રાડબર પાસે અરવલ્લીના પહાડો વચ્ચે આવેલું છે….રિદ્ધિ અને સિદ્ધિ ની ગણેશજીની મૂર્તિઓ છે..ડાબી અને જમણી સૂંઢ સાથે આ મૂર્તિઓ આવેલી છે.
કાળા કલરની ગણેશજીની મૂર્તિ પાંડવકાળની છે જ્યારે આ જ સ્થળે આવેલ બીજી સફેદ મૂર્તિ ૧૭૦૦ વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે…૭૭૫ પેઢીઓથી રાજપુરોહિત પરિવાર દ્વારા આ ગણેશ મંદિરમાં પૂજા કરવામાં આવે છે….અહી પહાડોમાં ઝાડ કાપવા પર પ્રતિબંધ છે અને લોક વાયકા પણ છે,
આ સ્થળે વનરાજી અને વૃક્ષો છે અહીં કોઈ પણ ઝાડ કે એની ડાળી કાપનાર ને શાપ મળે છે…રિદ્ધિ સિદ્ધિ સેવા સમિતિ દ્વારા હજારો ભક્તો માટે ખીર બનાવી હોંશે હિશે પીવડાવાય છે. આ લોકમેળામાં મોટી ભીડ જામે છે લાખો લોકો અહીં દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.