Western Times News

Gujarati News

૫૮ વર્ષીય વડીલ ૧૦૦ ગ્રામના ૧૨ લાડુ દાબી ગયા

જામનગર મોદક સ્પર્ધા સતત ૧૩ વર્ષથી યોજાય છે

ભાણવડના ફતેપુરા નવીનચંદ્ર નામના વડીલે ૧૨ લાડુ આરોગી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયા હતા

જામનગર,ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપાને અતિ પ્રિય એવા મોદક લાડુ આરોગવાની અનોખી ઓપન સૌરાષ્ટ્ર સ્પર્ધાનું બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા સતત ૧૩માં વર્ષે સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી કુલ ૩૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

અને ભાણવડના ફતેપુરા નવીનચંદ્ર નામના વડીલે ૧૨ લાડુ આરોગી પ્રથમ ક્રમાંકે વિજેતા થયા હતા.જામનગરમાં સતત ૧૩ વર્ષથી ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા યોજાઈ રહી છે. મોદક સ્પર્ધામાં સૌરાષ્ટ્રભરમાંથી બાળકો મહિલાઓ અને પુરૂષો મળી કુલ ૩૧ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે.

જામનગર બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં અડધી કલાકની અંદર સ્પર્ધકોએ ચૂરમાના લાડુ કે જે એક લાડુ ૧૦૦ ગ્રામનો હોય છે અને જેમાં સૂકો મેવો નાખેલ હોય છે તે દાળ સાથે આરોગવાનો હોય છે.

કોઇપણ જ્ઞાતિના લોકો સ્પર્ધામાં ભાગ લઇ શકે છે.ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લઈ પુરુષોમાં ભાણવડના રમેશભાઈ જાેટંગિયાએ ૧૨ લાડુ ખાઈ બાજી મારી છે. જયારે મહિલાઓમાં જામનગરના પદમીની ગજેરા ૯ લાડુ આરોગી પ્રથમ નંબર મેળવ્યો છે.

જયારે બાળકોમાં કેવિન વાઢેરે ૯ લાડુ આરોગી પ્રથમ નંબર મેળવ્યો છે. ગત વર્ષે જામકંડોરણાના વડીલે ૧૩ લાડુ ખાઇ સ્પર્ધામાં ઇનામ મેળવ્યું હતું. તો મહિલા સ્પર્ધકો પણ ૧૧ જેટલા લાડુ આરોગવાનો રેકોર્ડ ધરાવે છે.ss3


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.