દાહોદ જેકોટ હાઇવે પર રાત્રે કારમાં પંક્ચર પાડી લૂંટ
દાહોદ, હાઇવે પર લૂંટના બનાવો બનતા રહે છે. હવે દાહોદના જેકોટ નજીક હાઈવે પર લૂંટફાટનો એક મામલો સામે આવ્યો છે. જેકોટ હાઈવે ઉપર પાંચ જેટલા હથિયારધારી લૂંટારુએ વડોદરાથી આવી રહેલા એક પરિવારને લૂંટી લીધો છે. લૂંટની મોડસ ઓપરેન્ડી પ્રમાણે લૂંટારુઓએ પહેલા પરિવારની કારમાં પંક્ચર કરી દીધું હતું. બાદમાં હથિયારો સાથે લૂંટ ચલાવી હતી.
પીડિત પરિવાર વડોદરાથી દાહોદ આવી રહ્યો હતો. લૂંટારુઓએ પરિવારના સભ્યોને માર પણ માર્યો હતો અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. બનાવ બનતા એસપી સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. લૂંટારુઓએ અન્ય એક ટેમ્પોમાં પણ પંક્ચર પાડીને લૂંટનો પ્રયાસ કર્યો હતો.