હીરાબજારમાં વેપારીની હીરા ભરેલી થેલી લઇ લૂંટારું ફરાર
સુરત, શહેરમાં હીરાનો વેપાર ડંકાની ચોટ પર થાય છે. ત્યારે શહેરમાં લૂંટના અનેક બનાવો અવારનવાર સામે આવે છે. આવો જ એક લૂંટનો બનાવ મહિધરપુરા પાટીદાર ભવનના પાર્કિંગમાં બન્યો હતો. જેમાં હીરા દલાલના હાથમાંથી એક લૂંટારુ ૨૧ હજારની કિંમતના હીરાનીની થેલી ઝૂંટવી ભાગી જાય છે.
જાેકે, હીરા દલાલે બૂમાબૂમ કરતા અને તેને અન્ય એક વેપારીએ જાેઇ જતા ત્યાં હાજર લોકોએ ભાગતા લૂંટારુને ઝડપી પાડ્યો હતો. આ દિલધડક લૂંટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, કતારગામ ગંગા નગર સોસાયટી પાસે રહેતા અશોકભાઈ છગનભાઈ કાકડિયા હીરા દલાલ તરીકે કામ કરે છે.
ગત ૩૦મીના રોજ તેઓ સેફમાં મુકેલા હીરા લઈને મહિધરપુરા પાટીદાર ભવનના પાર્કિંગમાંથી પસાર થઇ રહ્યા હતા. તે વેળાએ તેઓની પાછળ આવેલા એક ઇસમે તેઓને ધક્કો મારી તેઓના હાથમાં રહેલા ૨૧ હજારની કિંમતના હીરાની થેલી ઝૂંટવીને ભાગી ગયો હતો.
જેના કારણે હીરા રસ્તા પર જ પડી ગયો હતો. જાેકે, સતર્કતા રાખીને હીરા દલાલ તેની પાછળ દોડીને બૂમાબૂમ કરી હતી. જેથી ત્યાં હાજર લોકોએ થેલી લઈને ભાગતા લૂંટારુને ઝડપી પાડ્યો હતો.SS1MS