ગુજરાતના વિવિધ વર્ગો-સમાજાેની લાગણી-માંગણીને સમજવા સરકાર કાર્યરત

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં માળી સમાજનું સ્નેહમિલન યોજાયું
(માહિતી) અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના વિવિધ વર્ગો-સમાજાેની લાગણી-માંગણીને સમજીને તેમને સાથે રાખી રાજ્ય સરકાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કાર્યરત છે. રોડ-રસ્તા, ઊર્જા, પાણી, શિક્ષણ-આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ ગુજરાતમાં સર્વવ્યાપી બની છે અને હવે ગુજરાત વિકાસના નવતર સીમાચિન્હો પાર કરવા આગળ વધી રહ્યું છે, તેમ તેમણે ઉમર્યું હતું.
ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગુજરાતના માળી સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. આ સ્નેહમિલનમાં માળી સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે બે-અઢી દાયકા પહેલાં ગુજરાતની જે સ્થિતિ હતી તે આજની યુવા પેઢીએ જાેઈ કે અનુભવી નથી.
તે સમયે રોડ-રસ્તા, પાણી, વીજળી જેવી પાયાની જરૂરિયાતો માટે પણ જનતાએ સંઘર્ષ કરવો પડતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનું સુકાન સંભાળ્યું પછી વ્યાપક બદલાવની શરૂઆત થઈ. ગુજરાત વિકાસના માર્ગે પૂરપાટ ગતિએ આગળ વધવા લાગ્યું. આજે સ્થિતિ એવી છે કે, ગુજરાતના ૯૮ ટકા ગ્રામિણ ઘરોમાં સરકારે નળ થી જળ પહોંચાડી દીધું છે. મા નર્મદાના નીર છેક કચ્છના છેવાડાના ગામ સુધી વહી રહ્યા છે. ૨૦૦ માળ જેટલી ઊંચાઈ પાર કરાવી આદિજાતિ વિસ્તારોના અંતરિયાળ ઘરોમાં પાણી ઉપલબ્ધ કરાવ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અત્યારે અમુક લોકો ગુજરાતના વિકાસને નકારી રહ્યા છે. ખોટા વાયદા કરી લોકોને ભરમાવી રહ્યા છે. જેણે વાયદા પૂરા કરવાના જ નથી તેવા બેજવાબદાર લોકો માટે અન્યને દિવાસ્વપ્નો બતાવવા ખૂબ જ સરળ હોય છે તેમણે કહ્યું કે, ગુજરાતની ભાજપા સરકાર બે દાયકાથી વધુ સમયથી ગુજરાતની જનતાને સુશાસન, વિકાસના મીઠા ફળ ચખાડી રહી છે.
જનતાને જે વચન આપ્યા તે પાળી બતાવ્યા અને વાયદા પૂરા કરવાની જવાબદારીનું આ સરકાર સૂપેરે વહન કરી રહી છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે મક્કમ અને દ્રઢ નિર્ણાયકતા દાખવી ગુજરાતના વિકાસને-જનકલ્યાણના કાર્યોને યોગ્ય ગતિ આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભે, સોલાર પોલિસી, સોલાર રૂફટોપ યોજના, ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી, કોવિડ મહામારી સામે રસીકરણ અભિયાન વગેરે બાબતે રાજ્ય સરકારની વિશિષ્ટ કામગીરી અને ઉપલબ્ધિઓની વિસ્તૃત છણાવટ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ તકે માળી સમાજના નાગરિકોને શિક્ષણ અને તેમાંય ખાસ કરીને કન્યાકેળવણી પ્રત્યે જાગૃતિ-સક્રિયતા દાખવવા બદલ બિરદાવતાં કહ્યું કે, જ્યોતિબા ફૂલે સ્ત્રી શિક્ષણ, કન્યા કેળવણીના આદિમ જ્ર્યોતિધર છે.
જ્યોતિબા ફૂલેના જીવનકાર્ય-બોધમાંથી પ્રેરણા લઈ ગુજરાત સરકારે પણ કન્યા કેળવણી માટે અનેક સફળ પ્રયાસો—પ્રકલ્પો અને યોજનાઓ હાથ ધર્યા છે.મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે સૌના સાથ, સૌના વિકાસના મંત્રને અનુસરીને રાજ્ય સરકારે ગુજરાતની ૨૦ વર્ષની વિકાસયાત્રા તય કરી છે.
હવે તેમાં સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ ભળતાં જાણે સોનામાં સુગંધ ભળી છે. ગુજરાતના સૌ સમાજના સાથ-સહકાર અને આશીર્વાદને પરિણામે આપણી આ વિકાસયાત્રાને કોઈ રોકી શકવાનું નથી. આ પ્રસંગે માળી સમાજના અગ્રણીઓ શ્રી કનૈયાલાલ માળી, શ્રી ઘનશ્યામભાઈ માળી, શ્રીમતિ દિપ્તીબહેન અમરકોટિયા અને બક્ષીપંચ મોરચાના પૂર્વ અધ્યક્ષ શ્રી ભગવાનદાસ પંચાલ ઉપસ્થિતિ રહ્યા હતા.