Western Times News

Gujarati News

પગાર વધારો લેવા ‘બાંહેધરી પત્ર’ વાંચી પોલીસ કર્મચારીઓ ભડક્યા

(એજન્સી) નવીદિલ્હી, ગૃહ વિભાગના ઠરાવ મુજબ પગાર વધારો લેવા લેખિતમાં એફિડેવિટ અર્થાત બાંહેધરી પત્ર’નીો નમુનો જાહેર થતાં ફિક્સ વેતન અને વર્ગ-૩ના પોલીસ કર્મચારીઓ ભડ્‌ક્યા હતા. ઓગષ્ટ ર૦રરના પગાર સાથે આ વધારો ૧ લી સપ્ટેમ્બરના રોજ ચુકવાય એ ઉદ્દેશ્યથી પોલીસે કચેરીઓમાં બાંહેધરી પત્રમાં સહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા જ ફરીથી ગ્રેડ-પેનું ભૂત ધૂણ્યુ છે.

એફિડેવિટમાં જાહેર સુરક્ષા પ્રોત્સાહન અને રાજીખુશી સ્વીકારવા તૈયાર છીએ. અને અમારો કોઈ વાંધો-વિરોધ નથી. ફિક્સ રકમ પર અન્ય લાભ કે ભથ્થા મળવાપાત્ર નથી. ભવિષ્યમાં તેનો દાવો પણ નહી કરીએ એવી બાંહેધરી મંગાઈ છે. જેનો પોલીસ કર્મચારીઓએ સોશ્યલ મીડીયામાં ઉગ્ર વિરોધ કર્યો છે.

૧પમી ઓગષ્ટની પૂર્વ સંધ્યાએ સરકારે એલઆરડી, કોન્સ્ટેબલ, આસિસ્સ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરના પગાર રૂા.૩પ૦૦થી રૂા.પ૦૦૦ સુધી વધારવા નિર્ણય કર્યો હતો. જેનો અમલ ૧ ઓગષ્ટ, ર૦રરની પાછલી અસરથ કરવા ગૃહ વિભાગે ર૯ ઓગષ્ટેેે ઠરાવ પ્રસિધ્ધ કર્યો હતો.

નવા ઠરાવમાં જૂન-૧૯૭૯થી મળતુ ખાસ વળતર ભથ્થુ તેમજ જૂન-૧૯૮૮થી ચુકવાતુ સ્પેશ્યલ પે રદ કરીને તેના સ્થાને પગારમાં જાહેર સુરક્ષા પ્રોત્સાહન’ સ્વરૂપેે રકમ વધી છે. નાણાંકીય વ્યવસ્થામાં ખર્ચનો હેડ બદલાતા એફિડેવિટ અનિવાર્ય હોવાનુૃ કહેવાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.