Western Times News

Gujarati News

નરોડા પાટીયા મહાજનીયા વાસમાં હત્યા થઈ હોવાનો ખોટો સંદેશો આપનારા શખ્સની ધરપકડ કરાઈ

અમદાવાદ : નરોડા પાટીયા મહાજનીયા વાસમાં ખુન થયું છે. તેવો સંદેશો શહેર પોલીસ કંટ્રોલરૂમને આપી પોલીસને દોડતી કરનારા શખ્સની સરદારનગ પોલીસે ધરપકડ કરી છે. ઘરમાં પુત્ર સાથે બોલાચાલી થતા પોલીસ કંટ્રોલમાં ખોટો સંદેશો આપ્યો હોવાની આરોપી પ્રકાશ રાઠોડે કબુલાત કરી છે.

ગઈકાલે સોમવારના રોજ બપોરે ૩.પ૯ કલાકે શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં પ્રકાશ રાઠોડ નામાન એક શખ્સે ફોન કરી નરોડા પાટીયા મહાજનીયા વાસમાં હત્યા થઈ હોવાનો સંદેશો આપ્યો હતો. આ સંદેશો સરદારનગર પોલીસને મળતાની સાથે પોલીસ કાફલો મહાજનીયા વાસ ખાતે દોડી ગયો હતો.

જા કે, સ્થળ પર તપાસ કરતા મકાન બંધ હોવાનું તેમજ આવી કોઈ ઘટના બની નહી હોવાની હકીકત સામે આવી હતી.

જેથી સરદારનગર પોલીસ સ્ટેશનના એએસઆઈ લાલજીભાઈ ખાતુભાઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરનારા શખ્સની તપાસ કરતા પ્રકાશ કાંતીલાલ રાઠોડ રહે. મહાજનીયા વાસ રામાપીરના મંદીર પાસે, કુબેરનગર નરોડા પાટીયા મળી આવ્યો હતો.

પ્રકાશ રાઠોડની પુછપરછ કરતા તેણે હતયા થઈ હોવાનો ખોટો સંદેશો આપ્યાની કબુલાત કરી હતી. જેથી સરદારનગર પોલીસ પ્રકાશ રાઠોડ સામે કાયદો અને વ્યવસ્થાપાસ જાળવવાની કામગીરીમાં વિક્ષેપ કરી સમય અને માનવ શકિતનો વ્યાપ કરવાના આરોપસર ધરપકડ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.