AAP ઘરે ઘરે જઈ પ્રજાને મફત શિક્ષણ, આરોગ્ય અને બેકારી ભથ્થાની ગેરંટી લેખિતમાં આપશે

ભાજપના લોકોની ધાકધમકીના કારણે પાર્ટી પ્લોટના સંચાલકોએ છેલ્લી ઘડીએ AAPનું બુકિંગ કેન્સલ કર્યું
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદના આંગણે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ના અધ્યક્ષ સ્થાને વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓ સાથે સંવાદનું કાર્યક્રમ હતું જાેકે જે પાર્ટી પ્લોટ માં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે પાર્ટી પ્લોટના સંચાલકોએ ગત રાત્રીએ પાર્ટી પ્લોટ નું બુકિંગ કેન્સલ કરી નાખ્યું હતું
જેથી પાર્ટી દ્વારા અન્ય ઠેકાણે પાર્ટી પ્લોટ બુકિંગ કરાવતા ત્યાં પણ ડિપોઝિટ ભર્યા પછી પણ પાર્ટી પ્લોટના સંચાલકો એ બુકિંગ કેન્સલ કરી નાખતા આજનો કાર્યક્રમ પડતો મુકવો પડ્યો હતો. આ બાબતે આમ આદમી પાર્ટી એ એવો આક્ષેપ કર્યો છે કે ભાજપના લોકો ની ધાકધમકીના કારણે પાર્ટી પ્લોટના સંચાલકોએ છેલ્લી ઘડીએ બુકિંગ કેન્સલ કર્યું છે અહીંયા લોકશાહી નહીં પરંતુ ભાજપ શાહી ચાલી રહી છે
નડિયાદ તેમજ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા નાના મોટા કાર્યક્રમો છેલ્લા ઘણા સમયથી શરૂ થઈ ગયા છે એમાય વડી રાષ્ટ્રીય અધ્યક્ષ ની ગુજરાતની મુલાકાત બાદ ખેડા જિલ્લામાં દિવસે દિવસે આમ આદમી પાર્ટી સાથે લોકોનું લગાવ અને જાેડાણ જાેવા મળી રહ્યું છે
ખેડા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ નડિયાદના આંગણે રાખ્યો હતો અને એના માટે નેશનલ હાઇવે નંબર આઠ પર આવેલ શ્રીજી પાર્ટી પ્લોટ બુક કરાવ્યો હતો. આ બાબતની આમંત્રણ પત્રિકાઓ પર છપાઈ ગઈ હતી
પહેલી સપ્ટેમ્બર ૨૦૨૨ ના બપોરે ૧૨ કલાકે થનાર આ કાર્યક્રમની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ ગત રાત્રીના શ્રીજી પાર્ટી પ્લોટના સંચાલકોએ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોને બુકિંગ રદ નો સંદેશો પાઠવી દીધો હતો જેથી હવે કાર્યક્રમ ક્યાં કરવો એ મુદ્દો મહત્વનો બની ગયો હતો
તાત્કાલિક ધોરણે સત્સંગ પાર્ટી પ્લોટ ૧૦,૦૦૦ ડિપોઝિટ આપીને બુક કરાવ્યો હતો તેના સંચાલકોએ પણ ડિપોઝિટ લીધા બાદ એક કલાકની અંદર બુકિંગ કેન્સલ કરાવતા આખરે આખો કાર્યક્રમ આમ આદમી પાર્ટી એ મોકૂફ રાખવાની ફરજ પડી છે
ખેડા જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા પ્રભારી નિકુંજ શર્માએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથેના સંવાદના કાર્યક્રમને રદ કરાવવા માટે ભાજપ દ્વારા પ્રયાસ થયા છે તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપના કેટલાક લોકોએ પાર્ટી પ્લોટના સંચાલકો ને ધાકધમકી અને દબાણ આપી પાર્ટી પ્લોટના બુકિંગ ને છેલ્લી ઘડીએ રદ કરાવ્યો છે આ લોકશાહી છે કે ભાજપ શાહી એ સમજાતું નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આવતીકાલથી પાર્ટીના અધ્યક્ષ કેજરી વાલ ગુજરાતમાં આવી રહ્યા છે અને ડોર ટુ ડોર બાયધરી પત્ર આપનાર છે અમે પણ ખેડા જિલ્લામાં જઈ ગેરંટી પત્ર આપીશું આ બાયધરી પત્રમાં બેરોજગારોને રોજગારી ભથ્થુ મહિલાઓને ભથ્થુ તેમજ શિક્ષણ અને આરોગ્ય સેવા મફત આપવામાં આવશે તેવી બહેધરી લેખિતમાં આપીશું
ભલે ભાજપ દ્વારા મોટા કાર્યક્રમો રદ કરવાના પ્રયાસ થાય અમે પ્રજાના ઘરે જઈ અમારી વાત મૂકીશું ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જ સરકાર બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતોઆ પ્રસંગે આમ આદમી પાર્ટીના જિલ્લા યુવા પ્રભારી નિકુંજ શર્મા તથા નલિતભાઈ બારોટ લોકસભા પ્રભારી નવીનચંદ્ર ગોહિલ જિલ્લા ઉભા અધ્યક્ષ ભરતભાઈ પટેલ જિલ્લા ઉપાધ્યક્ષ દિનેશભાઈ પરમાર જિલ્લા મહામંત્રી ઉપસ્થિત થયા હતા તેમજ મોટી સંખ્યામાં આમદની પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા