Western Times News

Gujarati News

ગાંધીનગરમાં શરૂ થયો, 100 ટકા ગ્રીન હોમ્સ પ્રોજેક્ટઃ પાણીની થશે 50 ટકા સુધી બચત

સામાન્ય બિલ્ડીંગની સરખામણીમાં ગ્રીન હોમમાં ઊર્જાની 20 ટકાથી 30 ટકા જેટલી બચત અને પાણીમાં 30 ટકાથી 50 ટકા જેટલી બચત થાય છે.

ગાંધીનગરમાં 100 ટકા ગ્રીન હોમ્સ પ્રોજેક્ટ પ્રમુખ ઓમકાર રિવન્તાની રજૂઆત

ગાંધીનગર, ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેરમાં ગ્રીન હોમ્સ પ્રોજેક્ટ પ્રમુખ ઓમકાર રિવન્તા આકાર લઈ રહ્યો છે. રાંદેસણમાં ધોળેશ્વર મહાદેવ રોડ પર આકાર લઈ રહેલા પ્રમુખ ઓમકાર રિવન્તાનું નિર્માણ ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (આઈજીબીસી)નાં ધોરણોને અનુરૂપ થયું છે અને તે શહેરનો પ્રથમ પ્લેટીનમ રેટેડ ગ્રીન પ્રોજેક્ટ થશે.

આ પ્રોજેક્ટનું સૌથી વધુ આકર્ષક પાસુ એ છે જે જેમાં ૬૫ ટકા પ્લોટ એરિયા ખુલ્લો મળે છે. ઉપરાંત આ પ્રોજેકટમાં ત્રણ સાઈડ ખુલ્લી હોવાથી હવા ઉજાસ માટે તે આદર્શ સ્થળ બની રહે છે. પ્રમુખ ઓમકાર રિવન્તા પ્રોજેક્ટના ડેવોલપરો યુવા ઉત્સાહી અને દૂરંદેશીતા ધરાવતા પર્યાવરણ પ્રેમીઓ છે. આ પ્રોજેક્ટના સેમ્પલ હાઉસનું આવતીકાલ તા. 4 સપ્ટેમબરથી લોચીંગ થઈ રહ્યું છે. મેટ્રો રેલ્વે સ્ટેશનથી આ પ્રોજેક્ટનું અંતર માત્ર 5 મિનીટનું છે.

ગ્રીન હોમનાં દૃશ્યમાન અને અદૃશ્ય એમ અસંખ્ય ફાયદાઓ છે. સૌથી મોટામાં મોટો ફાયદો પાણી અને ઓપરેટિંગ એનર્જી ખર્ચનો છે, જે પ્રથમ દિવસથી બિલ્ડીંગમાં જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછા રહે છે.

સામાન્ય બિલ્ડીંગની સરખામણીમાં ગ્રીન હોમમાં ઊર્જાની 20 ટકાથી 30 ટકા જેટલી બચત અને પાણીમાં 30 ટકાથી 50 ટકા જેટલી બચત થાય છે. આ ઉપરાંત ગ્રીન હોમમાં હવાની ગુણવત્તા વધારે સારી મળે છે અને દિવસમાં સુંદર પ્રકાશ રહે છે. આ પરિબળોને કારણે ગ્રીન હોમમાં રહેનાર પરિવારની તંદુરસ્તી ઘણી જ સારી રહે છે.

પર્યાવરણને અનુકૂળ એવા ગ્રીન બિલ્ડીંગ નિર્માણનું પ્રચલન ગુજરાતમાં વધી રહ્યું છે. ગ્રીન બિલ્ડીંગ્સમાં ઓછામાં ઓછી ઉર્જા, પાણી અને કુદરતી સંશોધનોનાં વપરાશને કારણે વેસ્ટનું પ્રમાણ નજીવું રહે છે, જેથી સ્ટાન્ડર્ડ બિલ્ડીંગની સરખામણીમાં ગ્રીન બિલ્ડીંગમાં રહેતા લોકોની તંદુરસ્તી પણ સારી જળવાય છે.

પ્રમુખ ઓમકાર રિવન્તા ગાંધીનગરનો પ્રથમ પ્લેટીનેમ રેટેડ ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ બનશે. પ્રમુખ ઓમકાર રિવન્તા વિશે માહિતી આપતા ઓમકાર ગ્રુપનાં ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, પ્રમુખ ઓમકાર રિવન્તામાં ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલનાં ધારાધોરણોનો ચુસ્તતાથી અમલ કરવામાં આવ્યો છે.

બિલ્ડીંગમાં ગરમી ઓછી રહે તે માટે ઘાબા પર 100 ટકા ચાઈના મોઝેકનો વપરાશ, પાણીનાં ચાલુ વપરાશ અને ભવિષ્યના વપરાશ માટે 100 ટકા રેઈન વોટર હાર્વેસ્ટીંગ રૂફ અને નોનરૂફ, ગ્રીન હોમ્સનાં સભ્યો પર કોમન લાઈટીંગનું ભારણ ઓછું રહે તે માટે કોમન એરિયા લાઈટીંગ્સમાં સોલાર સિસ્ટમ, પાણીનો બચાવ થાય તે પ્રમાણે લેન્ડસ્કેપ વિસ્તારનું ડિઝાઈનીંગ અને પ્લાન્ટસનો ઉછેર તેમજ સીએફસી, એચસીએફસી મુક્ત કોમન વિસ્તારોમાં એરકન્ડીશનીંગ સિસ્ટમ વગેરે જેવા આકર્ષણોનો સમાવેશ થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટનાં નિર્માણમાં પર્યાવરણને સહેજ પણ નુકશાન ના પહોંચે તેની કાળજી રાખવામાં આવી છે. ઉદાહરણ તરીકે સ્ટીલ, સિમેન્ટ, રેતી, એલ્યુમિનિયમ જેવા બાંધકામોના કચરાને ધરતીને નુકશાન ના થાય તેવી રીતે યોગ્ય નિકાલ કરવામાં આવ્યા છે અને રિસાયકલ કન્ટેન્ટ મટિરિયલ્સ મેળવવામાં આવશે.

સિમેન્ટ, આરએમસી, સ્ટ્રકચર સ્ટીલ, માર્બલ કમ્પોઝીંટ ફલોરીંગ અને વુડ મટિરીયલ્સનો 400 કિમીનાં વિસ્તારમાંથી જ મેળવાયું છે. જેથી કાબર્નનું પ્રદુષણ અટકી શકે.

પ્રમુખ રિવન્તામાં લિવીંગ સ્પેસીઝ, કિચન્સ વગેરેમાં 30 ટકાથી પણ વધુ ફ્રેશ એર વેન્ટીલેશન મળે છે. આ પ્રોજેક્ટમાં બિલ્ડીંગમાં ઈન્ટિરયર્સ અને સિલીંગ્સમાં 100 ટકા લો વોલેટાઈલ, ઓર્ગેનીક કમ્પાઉન્ડ પેઈન્ટસ, કોટીંગ્સ, એડહેસિવ્સ અને સિલન્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પ્રમુખ ઓમકાર રિવન્તામાં ગેસ્ટ રૂમ્સ, સ્વીમીંગ પુલ, લિલી પોન્ડ, બોક્ષ ક્રિકેટ, હોમ થિયેટર, મલ્ટી યુઝ સ્પોર્ટસ કોર્ટ, ઝુલા બેઠક, સ્કેટીંગ રીંક, 100 વ્યક્તિની ક્ષમતા સાથેનો મલ્ટીપરપઝ હોલ, જીમનેશિયમ, યોગા અને મેડિટેશન હોલ, વોટરબોડી, મિટીંગ રૂમ, જોગીંગ ટ્રેક, નાના બાળકોનાં રમવા માટેનો વિસ્તાર, નો વ્હીકલ ઝોન, ઈન્ડોર ગેમ્સ, વિકસિત ટેરેસ અને ફોયર, ગઝેબો, અને ડ્રોપ ઓફ ઝોન જેવી અસંખ્ય સુવિધાઓ છે, જે આ પ્રોજેક્ટને રહેવા માટે શ્રેષ્ઠ બનાવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રમુખ ઓમકાર રિવન્તા કુલ 278 યુનિટસનો ગ્રીન હોમ્સ પ્રોજેકટ છે. આ પ્રોજેક્ટનું અન્ય આકર્ષણ તેનું સ્થળ પણ છે. રાંદેસણ સ્થિત પ્રમુખ ઓમકાર રિવન્તાથી મેટ્રો સ્ટેશન માત્ર પાંચ મિનીટમાં ચાલીને જઈ શકાય છે.

ઉપરાંત સિનેમા, ઈન્ડ્રોડા પાર્ક તેમજ સુપર માર્કેટ માત્ર પાંચ મિનીટ, ટીસીએસ આઈટી કેમ્પ્સ અને ઈન્ફોસિટી આઈટી પાર્કમાં સાત મિનિટ, ગિફટ સિટી, ગાંધીનગર રેલ્વે સ્ટેશન અને લીલા હોટલ, સ્કૂલ ઓફ આર્ચાઈર્વ્સ, અને એનઆઈડી, પીડીપીયુ, જીએનએલયુમાં માત્ર 10 મિનીટનાં અંતરે પહોંચી શકાય છે. આ પ્રોજેકટનાં સ્થળથી એપોલો હોસ્પિટલ માત્ર 15 મિનીટ અને અમદાવાદ એરપોર્ટ તેમજ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માત્ર 20 મિનીટમાં પહોંચી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.