Western Times News

Gujarati News

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના CMD નાદિર ગોદરેજને ‘એક્ઝેમ્પ્લરી ઇન્ડસ્ટ્રિયલિસ્ટ ઓફ ધ નેશન’ એવોર્ડ એનાયત થયો 

મુંબઈ,  ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નાદિર ગોદરેજને ભારતીય ઉદ્યોગમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદાન માટે અને દેશને ગર્વ થાય એવી સફળતાઓ મેળવવામાં તેમની ભૂમિકાને બિરદાવવા સશક્ત ભારત 2022માં ‘એક્ઝેમ્પ્લરી ઇન્ડસ્ટ્રિયલિસ્ટ ઓફ ધ નેશન’ એવોર્ડ સાથે સન્માનિત કરવામાં આવ્યાં છે.  CMD of Godrej Ind. Nadir Godrej recognised as the ‘Exemplary Industrialist of the Nation’

ગેસ્ટ એડિટર્સના બોર્ડે શ્રી ગોદરેજને સુ-સન્માનિત, જાગ્રત અને સમૃદ્ધ ઉદ્યોગપતિ તરીકે તેમની ઉપલબ્ધિઓ પર આ એવોર્ડના વિજેતા તરીકે પસંદ કર્યા હતા. તેમને ભારતના વિકાસની ઉજ્જવળ ગાથાનું સન્માન કરવા અને તેની સાથે સંકળાયેલા ઉત્કૃષ્ટ વ્યક્તિઓ માટે અભ્યુદય વાત્સ્યલમની પહેલ સશક્ત ભારત 2022માં એક કોફી ટેબલ બુક લોકાર્પણ પ્રસંગે એવોર્ડ એનાયત થયો હતો.

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નાદિર ગોદરેજે આ સન્માન બદલ આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે, “આ ખરેખર પ્રતિષ્ઠિત સન્માન મેળવવા પર ગર્વ છે. હું માનું છું કે, અમે ગોદરેજમાં અમારા નવીન ઉત્પાદનો અને સમાધાનો દ્વારા આપણા દેશની વૃદ્ધિની સફરનો ભાગ બનવા પર ગર્વ અનુભવીએ છીએ. હું આ સન્માન બદલ ગેસ્ટ એડિટર્સના બોર્ડનો આભાર માનું છું.”

લોંચ સમારંભમાં આદિત્ય બિરલા સેન્ટર ફોર કમ્યુનિટી ઇનિશિયેટિવ્સ અને રુરલ ડેવલપમેન્ટના ચેરપર્સન શ્રીમતી રાજશ્રી બિરલા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. એચડીએફસી ગ્રૂપના ચેરમેન શ્રી દીપક પારેખ પણ શ્રી નાદિર ગોદરેજ સાથે ગેસ્ટ ઓફ ઑનર હતા.

ચાલુ વર્ષની યાદી માટે ગેસ્ટ એડિટર્સના બોર્ડમાં સામેલ છે – શૈલેષ હરિભક્તિ એન્ડ એસોસિએટ્સના ચેરમેન શ્રી શૈલેષ હરિભક્તિ, સેબી અને એલઆઇસીના પૂર્વ ચેરમેન શ્રી જી એન વાજપેયી, ઇન્ડએશિયા ફંડ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી પ્રદીપ શાહ, એડલગિવ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન શ્રીમતી વિદ્યા શાહ,

એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઇઓ નવનીત મુનોટ, સુદ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના એમડી અને સીઇઓ શ્રી અભય તિવારી, ઓસ્વાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર શ્રી રવિ દોશી, યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ શ્રી શરદ માથુર વગેરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.