Western Times News

Gujarati News

૭૦ હજાર કરોડથી વધુની સંપત્તિ છોડી ગયા છે સાઇરસ મિસ્ત્રી

ઘણા દેશોમાં ફેલાયેલો હતો બિઝનેસ

સાઇરસ મિસ્ત્રીનો બિઝનેસ ભારત, પશ્વિમ એશિયા અને આફ્રિકા સુધી ફેલાયેલો છે:ટાટા સન્સના ચેરમેન રહ્યા હતા 

નવી દિલ્હી, ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું રવિવારે રોડ અકસ્માતમાં નિધન થઇ ગયું છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત લગભગ ૩.૧૫ વાગે સર્જાયો હતો જ્યારે સાઇરસ મિસ્ત્રી કારમાં અમદાવાદથી મુંબઇ જઇ રહ્યા હતા. ઘટના સૂર્યા નદી પર બનેલા પુલ પર સર્જાઇ છે.

કહેવામાં આવી રહ્યું છે કે જે કારનો એક્સિડન્ટ થયો તેમાં ચાર લોકો સવાર હતા. આ ઘટનામાં બે કાર ચાલક સહિત બે અન્ય લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને ગુજરાતની એક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તમને જણાવી દઇએ કે સાઇરસ મિસ્ત્રી લગભગ ૭૦ હજાર કરોડથી વધુની સંપત્તિ છોડી ગયા છે.

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેનનો બિઝનેસ ઘણા દેશોમાં ફેલાયેલો છે. સાઇરસ મિસ્ત્રીનો બિઝનેસ ભારત, પશ્વિમ એશિયા અને આફ્રિકા સુધી ફેલાયેલો છે. ટાટા સન્સમાં સાઇરસ મિસ્ત્રીની ૧૮.૪ ટકા ભાગીદારી છે. સાઇરસ મિસ્ત્રી ૨૦૧૨ થી ૨૦૧૬ સુધી ટાટા સન્સના ચેરમેન રહ્યા હતા. ૪ સપ્ટેમ્બર ૧૯૬૮ ના રોજ મુંબઇમાં જન્મેલા સાઇરસ મિસ્ત્રી ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા.

આયરલેન્ડમાં જન્મેલા ૫૪ વર્ષના સાઇરસ મિસ્ત્રીએ લંડન બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેમણે ૧૯૯૪ માં શાપૂરજી પલોનજી ગ્રુપના નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા હતા. સાઇરસ મિસ્ત્રીનો કારોબાર કંસ્ટ્રક્શન, એન્જીનિયરિંગ, રિયલ એસ્ટેટ સહિત ઘણા અન્ય ક્ષેત્રોમાં ફેલાયેલો છે. તો બીજી તરફ શાપૂરજી પાલોનજી ગ્રુપનો બિઝનેસ દુનિયાના ૫૦ દેશોમાં ફેલાયેલો છે.

રિપોર્ટ્‌સના અનુસાર વર્ષ ૨૦૧૮માં સાઇરસ મિસ્ત્રીની વ્યક્તિગત નેટવર્થ ૭૦,૯૫૭ કરોડ રૂપિયા હતી. સાઇરસ પાસે નિર્માણથી માંડીને મનોરંજન, વિજળી તથા નાણાકિય બિઝનેસના બે દાયકાઓથી વધુનો અનુભવ હતો. તેમની લીડરશિપમાં શાપૂરજી પાલોંજી કંપનીએ મધ્ય એશિયા અને આફ્રીકામાં કંસ્ટ્રકશન ઉપરાંત પાવર પ્લાન્ટ અને ફેક્ટરી બનાવવાની મોટા એન્જીનિયરિંગ પ્રોજેક્ટ પુરા કર્યા.

સાઇરસ મિસ્ત્રી પોતાની પત્ની રોહિકા છગલા સાથે મુંબઇના એક મોટા ઘરમાં રહેતા હતા. સાઇરસ મિસ્ત્રીનું આયરલેન્ડ, લંડન અને દુબઇમાં પણ ઘર છે. કેટલાક મિડીયા રિપોર્ટ્‌સ અનુસાર સાઇરસ મિસ્ત્રીના નામ પર શાદાર યોટ છે.સાઇરસ મિસ્ત્રીને ૨૦૧૨ માં ટાટા સન્સ ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

તેમણે રતન ટાટાને હટાવીને આ પોસ્ટ પર બેસાડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ૨૦૧૬ માં સાઇરસ મિસ્ત્રીને અચાનક ચેરમેન પોસ્ટ પરથી દૂર કરવામાં આવ્યા હતા. સાઇરસ મિસ્ત્રી એક ખરબપતિ પરિવાર સાથે સંબંધ ધરાવનાર દેશના જાણિતા વેપારી અને ઉદ્યોગપતિ હતા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.