Western Times News

Gujarati News

આઈસીએઆઈ અને ગુજરાત સરકારનાં iHub વચ્ચે સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમ માટે MoU

અમદાવાદ ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) અને ગુજરાત સરકારનાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ સાહસ iHub વચ્ચે આજે MoU થયું હતું. આ પ્રસંગે આઈસીએઆઈનાં વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટી, આઈસીએઆઈની કમિટી ઓન એમએસએમઈ અને સ્ટાર્ટ અપના ચેરમેન સીએ ધીરજકુમાર ખંડેલવાલ, આઈહબનાં સીઈઓ શ્રી હિરણ્યમય મહંતા અને આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહ ઉપસ્થિત રહ્યા હતાં.

આઈસીએઆઈનાં વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીએ જણાવ્યું હતુંકે, કોઈપણ સ્ટાર્ટ અપમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસનો અગત્યનો રોલ હોય છે. આઈસીએઆઈ અને iHubનું આ જોડાણ ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ ઈકોસિસ્ટમ્સ, ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટ અપનાં વિસ્તરણમાં અગત્યનો ભાગ ભજવશે. આ જોડાણથી ચાર્ટર્ડ એકાઉન્ટસને પણ ઉદ્યોગ સાહસિક બનવા પ્રોત્સાહન મળશે. આ જોડાણથી ગુજરાતમાં પણ વેગવંતી સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમનું નિર્માણ થશે, તેમ સીએ અનિકેત તલાટીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે આઈસીએઆઈની કમિટી ઓન એમએસએમઈ અને સ્ટાર્ટ અપનાં ચેરમેન સીએ ધીરજકુમાર ખંડેલવાલે જણાવ્યું હતું કે, આજથી ત્રણ વર્ષ પહેલા ભારતમાં અંદાજે 30,000 જેટલા સ્ટાર્ટ અપ્સ હતાં, જે આજે 60,000થી પણ વધુ છે. આજે દેશમાં 150 જેટલા સ્ટાર્ટ અપ્સ એવા છે કે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ચલાવે છે. સીએ જો સ્ટાર્ટ અપમાં મુખ્ય ભૂમિકા ભજવે તો તે સ્ટાર્ટ અપ 100 ટકા સફળ થાય છે.

આઈસીએઆઈએ દેશમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસનાં 10 ઈક્યુબેશન સેન્ટર્સ ખોલ્યા છે. આઈહબ સ્ટાર્ટ અપમાં ગુજરાતમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આઈસીએઆઈ સાથેનાં આઈહબનાં જોડાણથી સ્ટાર્ટ અપ ઈકો સિસ્ટમને વેગ મળશે.

આઈહબનાં સીઈઓ શ્રી હિરણ્યમય મહંતાએ જણાવ્યું હતું કે આઈહબ યંગ સ્ટાર્ટ અપ્સને મદદ કરે છે. સ્ટાર્ટ અપ્સને વિવિધ તબક્કાઓમાં મેન્ટરીંગ, ફાયનાન્સ વગેરેની જરૂરી રહે છે. આઈસીએઆઈ સાથેનું આ જોડાણ મહત્વપૂર્ણ સાબિત થશે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ પણ આવા સ્ટાર્ટ અપનો હિસ્સો બને તે જરૂરીછે. આ જોડાણથી ઉદ્યોગ સાહસિકતા વિકાસનું સંવર્ધન, બિઝનેસ મેન્ટરશીપ, ઈન્ડસ્ટ્રી કનેકટસ વગેરેનો સહકાર મળી રહેશે.

આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આઈસીએઆઈ અને આઈહબનાં નોધાયેલા ઈન્વેસ્ટર્સ  કે મેન્ટર્સ બંને તરફથી સ્ટાર્ટઅપ ફંડીંગ કે મેન્ટરશીપ ઈવેન્ટસમાં ભાગ લઈ શકશે.

આઈસીએઆઈનાં મેમ્બર્સને આઈહબ દ્વારા સ્ટાર્ટ અપ ઈકોસિસ્ટમ સુવિધાઓ પુરી પાડવામાં આવશે. તેમ સીએ બિશન શાહે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.