Western Times News

Gujarati News

વડાપ્રધાન ૨૯મીએ અમદાવાદમાં નેશનલ ગેમ્સનું ઉદ્‌ઘાટન કરશે

અમદાવાદ વિભાગની તમામ વ્યવસ્થા શહેરી વિકાસ વિભાગના વડા મૂકેશકુમારને સુપરત કરાઈ

અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં યોજાનારી નેશનલ ગેમ્સનો આગામી તા.૨૯મી સપ્ટેમ્બરથી પ્રારંભ થનાર છે અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ૨૯મીએ યોજાનારા એક શાનદાર સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેેશનલ ગેમ્સનું ઉદ્દઘાટન કરશે.

એ સાથે જ ગુજરાતના અન્ય શહેરોમાં પણ નેશનલ ગેમ્સની એક સાથે શરૂઆત કરવા માટેના આયોજનને લીલીઝંડી આપવામાં આવી છે. અમદાવાદના કાર્યક્રમ માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

મ્યુનિ. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નેશનલ ગેમ્સના ઉદ્દઘાટન સમારોહ અને ગેમ્સની અમદાવાદમાં રમાનારી રમતોના આયોજન તથા વ્યવસ્થા અંગે મ્યુનિ. કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં નેશનલ ગેમ્સ અંગે એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ, ઉપરાંત રિવરફ્રન્ટ, કાંકરિયા લેઇક ફ્રન્ટ, મણિનગર વ્યાયામ શાળા, નરોડા વીર સારકર સ્પોર્ટસ સંકુલ સહિત અનેક સ્પોટ્‌ર્સ સંકુલોમાં કઈ કઈ રમતોની સ્પર્ધાઓ થશે તેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

મ્યુનિ. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં યોજવામાં આવનારી તમામ નેશનલ ગેમ્સ માટેના આયોજન અને જરૂરી વ્યવ્સથા પૂર્વ મ્યુનિ. કમિશનર એવા રાજ્યના શહેરી વિકાસ વિભાગના વડા મૂકેશકુમારને સોંપવામાં આવી છે.
જ્યારે મ્યુનિ. કમિશનરો આઇ.કે.પટેલ, સી.આર. ખરસાણ અને રમેશ મેરજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નેશનલ ગેમ્સ સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાં એક સપ્તાહ સુધી ચાલનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.