Western Times News

Gujarati News

AMCને એડવાન્સ ટેક્સ પેટે 531 કરોડની આવક થઈ

રિબેટ યોજનાથી મ્યુનિ. તિજાેરીમાં રૂ.પ૩૧ કરોડ ઠલવાયાછ કુલ પ.પ૦ લાખ લોકોએ ત્રણ મહિના લાંબી રિબેટ યોજનાનો લાભ લીધો

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકના એકમાત્ર સ્ત્રોત તરીકે પ્રોપર્ટી ટેકસની ગણના થાય છે. શહેરના ભાજપના શાસકો પ્રોપર્ટી ટેકસની આવકમાં વૃદ્ધિ થાય તે માટે નવા અભિગમ અપનાવી રહ્યા છે, જેમાં ગત તા.રર એપ્રિલથી તા.ર૧ જુાલઈ, ર૦રર સુધી જાહેર કરાયેલી ત્રણ મહિના લાંબી એવી ઐતિહાસિક એડવાન્સ ટેકસ રિબેટ યોજનાનો પણ સમાવેશ થાય છે.

દર બે પૈકી એક અમદાવાદીએ પ્રોપર્ટી ટેક્સની ચુકવણી ઓનલાઈન કરી

આ યોજના હેઠળ પ્રોપર્ટી ટેકસના કરદાતાને તબક્કાવાર તેમના બિલમાં રિબેટ અપાયું હતું અને તેમાં પણ ઓનલાઈન પેમેન્ટ કરનાર કરદાતાને એક ટકા વધારાનું રિબેટ અપાયું હતું, જેના ભારે પ્રોત્સાહજનક પરિણામ સામે આવ્યા છે. આ અંતર્ગત પ્રોપર્ટી ટેકસના દર બે પૈકી એક કરદાતાએ ઓનલાઈન ટેકસ ભરવાનું પસંદ કર્યું હોવાની વિગત પ્રકાશમાં આવી છે.

શાસકોની ત્રણ મહિના લાંબી એડવાન્સ રિબેટ યોજનામાં થયેલા ઓનલાઈન પેમેન્ટની વિગત તપાસતાં ગત તા.રર એપ્રિલ, ર૦રરથી ર૧ મે, ર૦રર સુધીના પહેલા મહિનામાં ટેકસ કરદાતાને એડવાન્સમાં ચાલુ નાણાકીય વર્ષ ર૦રર-ર૩નો ટેકસ ભરવા પર બિલની રકમમાં ૧૦ ટકા રિબેટ અપાયું હતું અને ઓનલાઈન પેમેન્ટ કરનારને વધારાનું એક ટકા રિબેટ મુજબ કુલ ૧૧ ટકા રિબેટ અપાયું હતું.

આ મહિના દરમિયાન કુલ ૪,૦૦,૬પર રસીદ ફાડવામાં આવી હતી, જે પૈકી ર,૦ર,૯૪પ ઓનલાઈન રસીદ હતી એટલે કે કુલ પ૦.૬પ ટકા કરદાતાઓએ ઓનલાઈન ટેકસ ભર્યો હતો. મ્યુનિસિપલ તિજાેરીમાં કુલ રૂા.૦૪,૦૧,૧૮,૯ર,૦૩ર પૈકી ઓનલાઈન પેમેન્ટથી કુલ રૂ.૦૧,૮૭,૭૯,૭૬,૧૭૯ની આવક થઈ હતી કે જે કુલ ૪૬.૮૧ ટકા આવક દર્શાવે છે.

એડવાન્સ ટેકસ રિબેટ યોજનાના બીજા મહિનામાં એટલે કે રર મે, ર૦રર થી ર૧ જૂન, ર૦રર સુધીના સમયગાળામાં કુલ ૯૭,૭૬૧ રસીદ પૈકી ૪૦,૧પ૧ ઓનલાઈન પેમેન્ટની રસીદ હતી કે જે ૪૧.૦૭ ટકા થાય છે, જયારે આવકની દ્રષ્ટિએ કુલ રૂ.૮ર,પ૮,૭ર,ર૮ર પૈકી રૂ.૩૦,ર૦,૧ર,૦૭૧ની આવક ઓનલાઈન પેમેન્ટ દ્વારા થઈ હતી કે જે કુલ આવકના ૩૬.પ૭ ટકા દર્શાવે છે.

આ સમયગાળામાં ઓનલાઈન કરદાતાને વધારાના એક ટકા સાથે કુલ ૧૦ ટકા રિબેટ અપાયું હતું. જયારે ત્રીજા અને છેલ્લા મહિનામાં કરદાતાઓને ઓફલાઈન પેમેન્ટ પર આઠ ટકા રિબેટ અપાયું હતું, જાેકે ઓનલાઈન પેમેન્ટધારકોને વધારાના એક ટકા સાથે કુલ નવ ટકા રિબેટ અપાયું હતું.

તા.રર જૂન, ર૦રરથી ર૧ જુલાઈ, ર૦રર સુધીના સમયગાળામાં પ૩,ર૭ર કરદાતાઓએ એડવાન્સ ટેકસ રિબેટ યોજનાનો લાભ લીધો હતો, જે પૈકી ર૧,૭૯૬ ઓનલાઈન કરદાતા હતા તે સમયે ૪૦.૯૧ ટકા ઓનલાઈન કરદાતા નોંધાયા હતા, જયારે કુલ રૂ.૪૭,પ૦,૦૧૬ની આવક સામે રૂ.૧૭,૩૧,પ૭,૮૭૪ ઓનલાઈન આવક થઈ હતી,

જે કુલ આવકની ટકાવારીમાં ૩૬.૪પ ટકા ઓનલાઈન આવક દર્શાવે છે. તા.રર જુલાઈ, ર૦રરથી તા.૩૧ ઓગસ્ટ, ર૦રર સુધીના સમયગાળામાં કુલ ૧૯,૪૬૯ કરદાતા પૈકી ૩,૭૩પ ઓનલાઈન કરદાતા નોંધાયા હતા કે જે ૧૯.૧૮ની ટકાવારી દર્શાવે છે,

જયારે આવકની દૃષ્ટિએ કુલ રૂ.ર૧,૬ર,૬૩,૦૯૩ની આવક સામે રૂ.૪,ર૭,પ૭,૮૯૦ની ઓનલાઈન આવક થઈ હતી, જે ટકાવારીના મામલે ૧૯.૭૭ ટકા થાય છે. તા.રર જુલાઈ, ર૦રરથી લઈને તા.૩૧ ઓગસ્ટ, ર૦રર સુધીના સમયગાળામાં કુલ પ,૭૧,૧પ૪ કરદાતા પૈકી કુલ ર,૬૮,૬ર૭ કરદાતાએ ઓનલાઈન પમેન્ટ પસંદ કર્યું હતું

જે ઓનલાઈન પેમેન્ટની ૪૭.૦૩ ટકાવારી દર્શાવે છે. આવક બાબતે જાેતાં કુલ આવક રૂ.પ,૩૧,ર૭,૯૯,૩૩૦ પૈકી ઓનલાઈન પેમેન્ટથી મ્યુનિ. તિજાેરીમાં રૂ.ર,૩૯,પ૯,૦૪,૦૧૪ ઠલવાયા છે કે જે ઓનલાઈન પેમેન્ટની ૪પ,૧૦ હિસ્સેદારી દર્શાવે છે.

દરમિયાન મ્યુનિ. રેવન્યૂ કમિટીના ચેરમેન જૈનિક વકીલ કહે છે, તંત્રની એડવાન્સ ટેકસ રિબેટ યોજનાના ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન મ્યુનિ. તિજાેરીમાં રૂ.પ૩૧ કરોડ ઠલવાયા હતા અને અંદાજે પ.પ૦ લાખ કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો હતો, જેમાંનું આશરે પપ ટકા ટ્રાન્ઝેકશન ઓનલાઈન હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.