અમદાવાદના ૩ વિસ્તારમાં બારોબાર જમીન પચાવી પાડતાં લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ
(એજન્સી)અમદાવાદ, કલેકટરના આદેશ બાદ માધુપુરા, વાસણા અને સરદારનગર પોલીસમાં લેન્ડ ગ્રેબીગની ત્રણ ફરીયાદો નોધાઈ છે. ગેરકાયદેસર મીલકતો પચાવી પાડવાના કિસ્સાઓ વધી રહયા છે. માધુપુરા પોલીસમાં મંજુલાબેન શેખની ફરીયાદ મુજબ નિસાર અહેમદ શેખ અને
મુસ્તફા નિશાર અહેમદે કાઝીપુરની સીમમાં ગગન પ્લાઝાના પહેલા માળની ઓફીસવાળી મિલકત બીજા દુકાન ભાડુે ન મળે ત્યાં સુધી સામાન મુકવાનું જણાવીને વગર પરમીશને સિલાઈકામનો ધંધો શરૂ કર્યો હતો. ફરીયાદી દુકાન ખાલી કરવાની વાત કરતા ધમકીઓ અપાતી હતીે.
ફરીયાદીની મીલકત હોવા છતાં ગેરકાયદેસ પચાવી પડાતા કલેકટર સમક્ષ ફરીયાદ અરજી કરાઈ હતી. સરદારનગર પોલીસમાં ઓમપ્રકાશમાં દલવાણીની ફરીયાદ છે કે સેજપુર-બોઘાની સીમમાં રમેશ બિસ્કીટ ગલી રેલવે લાઈન પાસે આવેલી બે મીલકતો પૈતી
એક મીલકત દશરથાઈ રબારી, ગોવીદભાઈ રબારી લાંબુ રબારીનાઓે પશુઓ બાંધી મીલકત પચાવી પાડી હતી. ફરીયાદીએ જગ્યા ખાલી કરવાનું મારવાની ધમકીઓ અપાતી હતી. આ અંગે કલેકટર ઓફીસમાં ફરીયાદ અરજી અપાતા લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ગુનો દાખલ કરવાનો આદેશ કર્યો હતો.
વાસણા પોલીસમાં ગૌરાગભાઈ દોશીની ફરીયાદ મુજબ તેમની મકતમપુરા ગામની સીમમાં ફાઈનલ પ્લોટવાળી જગ્યામાં મંજુરી વગર બાંધકામ કરી ગોડાઉન અને ઓરડીઓ બનાવી દીધી હતી. વડીલોપાર્જીત મીલકત ઈલીયાસ અજમેરી અને ભવાનભાઈ ભરવાડે પચાવી પાડતા કલેકટર કચેરી સમક્ષ ફરીયાદ પહોચી હતી. લંબાણપૂર્વકની સુનવણી બાદ કલેકટરના હુકમ બાદ લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ફરીયાદ નોધાઈ છે.