Western Times News

Gujarati News

વીએસ હોસ્પિટલ શા માટે તોડી પાડવી છે ?

(એજન્સી)અમદાવાદ, શહેરની સૌથી જુની વાડીલાલ સારાભાઈ હોસ્પીટલ તોડી પાડવાના સરકારના નિર્ણય સામે હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરાઈ છે. અરજદારે એવી દલીલ કરી હતી કે, ગરીબ દર્દીઓ માટે ચાલતી કોર્પોરેશન સંચાલીત વીએસ હોસ્પિટલની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

તેને તોડવાની કામગીરી શરૂ કરાઈ રહી છે. આ હોસ્પીટલ નહી તોડવા માટે દાદ કરાઈ રહી છે. આ હોસ્પીટલ નહી તોડવા માટે દાદ માગવામાં આવી હતી.ચીફ જસ્ટીસ અરવીંદ કુમાર અને જસ્ટીસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે કોર્પોરેશનને એવો સવાલ કર્યો હતો કે, ચાલુ હોસ્પીટલ શા માટે તોડી પાડવી છે ?

તોડી પાડવા પાછળ શું કારણો છે? કોર્પોરેશને તેનો જવાબ રજુ કરવા મુદત માગી હતી. ખંડપીઠે એવી શરત મુકી હતી કે એક સપ્તાહ સુધી કોર્પોરેશન હોસ્પિટલ તોડશે નહી તેવી ખાતરી આપવા તૈયાર હોય તો કોર્ટ મુદત આપશે નહી તો ૮ સપ્ટેમ્બરે સુનાવણી યોજાશે.

ઉલ્લેખનીય છે કે વીએસ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓ સારવાર લેવા માટે આવતા હતા પરંતુ વીએસ સંકુલમાં જ નવી એસવીપી હોસ્પિટલ બનાવવામાં આવતાં વીએસમાં બેડની સંંખ્યા ઘટાડી દેવામાં આવી છે. વીએસ હોસ્પિટલ તોડી પાડવાના સરકારના નિર્ણય સામે હાઈકોર્ટના એડવોકેટ ખેમચંદ કોષ્ટીએ એવી દલીલ કરી હતી.

કે હોસ્પિટલની તબીબી સેવા ધીમે ધીમે બંધ કરાઈ રહી છે. જેના લીધે ગરીબ દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. કોર્પોરેશન જવાબદારીમાંથી છટકી શકે નહી. ખંડપીઠે કોર્પોરેશનને એવો સવાલ કર્યો હતો કે ચાલુ હોસ્પીટલ તોડવા પાછળનું કારણ શું છે ?

કોર્પોરેશને એવો જવાબ આપ્યો હતો કે હોસ્પિટલનું બાંધકામ જર્જરીત અવસ્થામાં છે તેથી તેને તોડવાનો નિર્ણય લીધો છે. ખંડપીઠે કોર્પોરેશને ૮ સપ્ટેમ્બરે જવાબ આપવા આદેશ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.