કાલોલની રાજમોતી ઓઇલ ઇન્ડસ્ટ્રિઝને ૪ લાખનો દંડ ફટકારાયો

(પ્રતિનિધિ)ગોધરા, કાલોલમાં રાજમોતી ઓઇલ ઇન્ડસ્ટ્રિઝમાં ડબ્બામાં સિંગતેલ ભરીને નોમિની દ્વારા ઓઇલ ડેપોથી વેચાણ કરે છે . કાલોલ ખાતે આવેલા તેજસ ઓઇલ ડેપોમાંથી ગત જૂનમાં રાજમોતી કંપનીના બે અલગ અલગ બેચ નંબરના સિંગતેલના બે અલગ અલગ ડબ્બામાંથી ગોધરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ મેળવી ચકાસણી મોકલાયા હતા .
ખાદ્ય સિંગતેલ માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડોથી વિપરીત બંને સેમ્પલના રિપોર્ટ આવતા કાર્યવાહીના ભાગરૂપે ઓઇલ ડેપો , નોમિની તથા કંપની સામે જિલ્લા અધિક નિવાસી કલેકટર કચેરી માં બે કેસ નોંધ્યા હતા .
કેસમાં રાજમોતી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ દોષિત થતા એક્ઝિક્યુટિંગ ઓફિસર અને અધિક નિવાસી કલેકટર દ્વારા રાજમોતી ઓઇલ ઇન્ડસટ્રીઝ
તેમજ તેમના નોમીની અને કાલોલ ખાતે આવેલા ઓઇલ ડેપોને દંડ ફટકારાયો હતો . જેમાંબે કેસમાં રાજમોતી ઓઇલ ઇન્ડસટ્રીઝને રૂ .૪ લાખ , નોમીની રૂ . ૫૦ હજાર અને તેજસ ઓઇલ ડેપો , કાલોલને રૂ .૧૦ હજારનો દંડ ફટકારાયો હતો .