Western Times News

Gujarati News

વરઘોડામાં નાચવાની કેમ ના પાડી કહી તલવારથી હુમલો

પ્રતિકાત્મક

ગણેશપુરામાં ગણેશ વિસર્જનના વરઘોડામાં નાચવા બાબતે તકરાર થતા તલવાર વડે હુમલો

વિજાપુર, વિજાપુર તાલુકાના ગણેશપુરા ગામે યોજવામાં આવેલ ગણેશ ચતુર્થીના તહેવાર નિમિતે ગણેશ વિસર્જનનો પ્રોગ્રામ રાખીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં ધક્કામુક્કી થતાં ઠપકો આપતા જેનું મનદુઃખ રાખી ઈસમો દ્વારા તલવાર અને ધોકા વડે હુમલો કરવામાં આવતા વિજાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી.

બનાવની વિગત પ્રમાણે વિજાપુર તાલુકા પાસે આવેલ ગણેશપુરા ગામે ગ્રામજનો દ્વારા ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે છેલ્લો દિવસ હોવાથી ગણેશ વિસર્જનનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો જે દરમિયાન દરેક સમાજના લોકો વરઘોડામાં વાજતે-ગાજતે ગણેશજીના વરઘોડામાં ઉજવણી કરી રહ્યાં હતા

તે દરમિયાન કેટલાક ઈસમો નાચતા-નાચતા મહિલાઓના વિભાગમાં જતા ત્યાં ધક્કામુક્કી થતી હોઈ ગામના ગણેશ મંડળના પ્રમુખ પટેલ વિક્રમભાઈ દ્વારા ત્યાં નાચવાનું ના કહેતા ગણેશ વિસર્જનનો વરઘોડાનો પ્રોગ્રામ સમાપ્ત થયા પછી સાંજના સમયે એ બાબતનું મનદુઃખ રાખીને બે ઈસમોએ પટેલ વિક્રમભાઈને ત્યાં નવા વાસ ખાતેના ઘરે જઈ વરઘોડામાં કેમ નાચવાની ના પાડી હતી

કહી આવેલા ઈસમો દ્વારા ઉશ્કેરાઈ જઈ સિધ્ધરાજસિંહએ પરેશભાઈને માથાના ભાગે તલવાર મારી અને ઈજાગ્રસ્ત કર્યા હતા જયારે દિપકસિંહે પરેશભાઈના પિતાને ધોકા વડે માર્યા હતા. દિપકસિંહ અને કૃણાલસિંહ પરેશભાઈની પત્નીને માર મારેલ તથા ધર્મેન્દ્રસિંહ પરેશભાઈના દિકરાના પગના ભાગે ધોકા વડે મારેલ તે દરમ્યાન વિક્રમભાઈ તથા ગ્રામજનો આવી જતા

મારમાંથી છોડાવતા વિજાપુર સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ઝપાઝપી દરમિયાન મહિલાના ગળામાંથી સોનાનો દોરો તથા મંગળસુત્ર ખોવાયું હતું જે બાબતે પરેશભાઈ પટેલ દ્વારા ગણેશપુરા ગામના ધર્મેન્દ્રસિંહ કેદારસિંહ રાઠોડ, કૃણાલ અશ્વિનસિંહ રાઠોડ, સિધ્ધરાજસિંહ જશુસિંહ રાઠોડ, સંગ્રામસિંહ અર્જુનસિંહ રાઠોડ, દિપકસિંહ મનુસિંહ રાઠોડ તમામ રહે. ગણેશપુરાના વિરુધ્ધ વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.