જમીનમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ પોલીસ
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચમાં બુટલેગરો પણ દેશી – વિદેશી દારૂના વેચાણ માટે હવે અવનવા કીમિયા અપનાવી રહ્યા છે.
જેમાં ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથકનાઈ હદમાં આવેલ દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ લોઢવાડના ટેકરા વિસ્તારના મકાનની પાછળ વાડાની જમીનમાં દેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરી રહી હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા જમીનમાં સંતાડી રાખેલો વિદેશી દારૂના જથ્થો પોલીસે ઝડપી પાડી મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ લોઢવાડના ટેકરા વિસ્તારમાં એક મકાન માંથી દેશી દારૂનું વેચાણ થતું હોવાની માહિતી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને મળી હતી.
જેના આધારે પોલીસે રક્ષાબેન નરેશભાઈ કહારના ઘરમાં તપાસ કર્યા બાદ મીનાબેન કહારના ઘરની પાછળ આવેલ ઝાડી ઝાંખડામાં મીણયા થેલામાં તેમજ લાદી (ટાઈલ્સ) અને ઈંટોંથી જમીનમાં સંતાડેલ પ્લાસ્ટિકના બેરલમાં વિદેશી દારૂની બેટલો મળી આવતા પોલીસે જમીન માંથી બહાર કાઢી
૨૦૫ નંગ વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂપિયા ૨૯,૩૬૪ નો મુદ્દામાલ જપ્ત કરી મહિલા બુટલેગર રક્ષાબેન નરેશભાઈ કહારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.