Western Times News

Gujarati News

કોરોના વાયરસ બાદ રહસ્યમય ન્યૂમોનિયાનો પ્રકોપ, ૪નાં મોત

પાંચ લક્ષણો દેખાય તો તાત્કાલિક લો સારવાર

ક્લિવલેન્ડ ક્લિનિક દ્વારા લીજિયોનેયર્સને એક ગંભીર પ્રકારના ન્યુમોનિયા તરીકે પરિભાષિત કરવામાં આવી છે, આ બીમારી એવા સમયે થાય છે જ્યારે લેજિયોનેલા બેક્ટેરિયા તમારાં ફેફસાને સંક્રમિત કરે છે. 

નવી દિલ્હી,કોરોના વાયરસનો પ્રકોપ ઘટે તે અગાઉ જ એક નવા જ પ્રકારના ન્યુમોનિયાનું જાેખમ શરૂ થઇ ગયું છે. ઉલ્લેખયની છે કે, વેસ્ટર્ન આજેર્ન્ટિનાના તુકુમાન પ્રાંતમાં રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ વધી રહ્યો છે, જેના કારણે ૧૧ લોકો સંક્રમિત થાય છે અને ચારના મોત થયા છે.

સ્વાસ્થ્ય અધિકારીઓ અનુસાર, આ રહસ્યમય બીમારીના લક્ષણો શરૂઆતમાં ૧૮થી ૨૨ ઓગસ્ટની વચ્ચે સામે આવ્યા હતા. આ ૧૧ કેસો દર્દીઓના લોહી, શ્વસન અને ટિશ્યૂના નમૂનાઓ લેવામાં આવ્યા છે. શરૂઆતમાં સ્વાસ્થ્ય નિષ્ણાત આ પ્રકોપ વિશે વધુ માહિતી ધરાવતા નહતા, પરંતુ હાલમાં થયેલ રિસર્ચ આધારિત જાણકારી મળી છે કે, લીજિયોનેયર્સ નામની બીમારી એક પ્રકારે ન્યુમોનિયાનું જ સ્વરૂપ છે.

ક્લિવલેન્ડ ક્લિનિક દ્વારા લીજિયોનેયર્સને એક ગંભીર પ્રકારના ન્યુમોનિયા તરીકે પરિભાષિત કરવામાં આવી છે. આ બીમારી એવા સમયે થાય છે જ્યારે લેજિયોનેલા બેક્ટેરિયા તમારાં ફેફસાને સંક્રમિત કરે છે. એલ, નીમોફિલા લીજિયોનેયર્સના રોગનું કારણ બને છે અને સામાન્ય રીતે નદી, તળાવ, સરોવર જેવા જળાશયોમાં જાેવા મળે છે. આ બીમારીમાં તાવ, ખાંસી, ડાયરિયા ઉપરાંત ભ્રમ જેવા લક્ષણો સામેલ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, આ રોગ એક ન્યુમોનિયા જેવી જ બીમારી છે જે સામાન્ય તાવથી લઇને ગંભીર અને અમુક કેસમાં ન્યુમોનિયાના ઘાતક સ્વરૂપમાં પણ ફેરવાઇ શકે છે. રહસ્યમય ન્યુમોનિયાથી સંક્રમિત લોકોમાં તાવ, માસપેશીઓમાં દર્દ, પેટમાં દુઃખાવો અને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા જાેવા મળી હતી. આ તમામ દર્દીઓમાં ગંભીર શ્વસન સ્થિતિ જાેવા મળી હતી.

એવું પણ માનવામાં આવે છે કે, ન્યુમોનિયાના લક્ષણો અમુક હદ સુધી કોવિડ અને હન્ટાવાયરસથી મળતા આવે છે. તે વાયરસ અથવા બેક્ટેરિયાથી થતી બીમારી હોઇ શકે છે. WHO અનુસાર, આ બીમારીને લગતી હજુ સુધી કોઇ ચોક્કસ પુષ્ટિ નથી મળી જેનાથી એક અનુમાન કરી શકાય કે તે માણસથી માણસમાં ફેલાતી બીમારી છે.

સામાન્ય રીતે, Legionnaires બીમારી સંક્રમક નથી અને તે ટ્રાન્સમિસિબલ હોવાના ચાન્સિસ ઓછા છે. કેટલાંક દર્દીઓમાં અમુક પ્રકારે કોમરેડિટી હોય છે, જેમાં સ્મોકિંગ (ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિઝિઝ), શ્વસન સંબંધિત લક્ષણોનો ઇતિહાસ, મેદસ્વિતા, ડાયાબિટીસ અને હાઇ બ્લડપ્રેશર સામેલ છે. આ દર્દીઓની ઉંમર ૪૫ વર્ષ બતાવવામાં આવી છે, જેમાં સાત પુરૂષ છે. એક દર્દીને બાદ કરતાં તમામ દર્દીઓ ગંભીર બીમારી માટે જાેખમવાળા કારક હતા. તેમાં મૃતકોની સંખ્યા પણ સામેલ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.