Western Times News

Gujarati News

નવી દિલ્હી ખાતે GMDCની પ્રાદેશિક કચેરીના નવા કાર્યાલયનું  ઉદઘાટન 

ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની પ્રાદેશિક કચેરીના નવા કાર્યાલયનું  બાબા ખરક સિંહ માર્ગ, નવી દિલ્હી ખાતે નિવાસી આયુક્ત શ્રીમતી આરતી કંવર દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. જીએમડીસી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રૂપવંત સિંઘના સીધા માર્ગદર્શનમાં આ નવીન પ્રાદેશિક કાર્યાલય  શરૂ કરવાની પહેલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જીએમડીસી લિમિટેડ વ્યવસાયના વિસ્તરણ માટે નવી ખાણો, ખનિજ લાભદાયી પ્લાન્ટ અને અન્ય વૈવિધ્યકરણ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે તે સાથે જ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના કાર્ય વધુ ઝડપી બનાવવા કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને રેગ્યુલેટરી ઓથોરિટીઝની સમયસર પરવાનગી જરૂરી છે. નવી દિલ્હી ખાતે પ્રાદેશિક કાર્યાલયની સ્થાપના થવાથી  જીએમડીસીને તેના વિવિધ પ્રોજકે્ટ  પૂર્ણ કરવામાં વધુ ઝડપ અને સરળતા આવશે.

નોંધનીય છે કે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (જીએમડીસી) એ ગુજરાત સરકારની માલિકીની ખાણકામ કંપની છે. જે છેલ્લા છ દાયકાથી પણ વધુ સમયથી ઉચ્ચકક્ષા ખનિજોની વિવિધતાઓ અને થર્મલ, પવન અને સૌર સહિત વીજ ઉત્પાદન સાથે સંકળાયેલી છે. વર્ષ 2017માં ભારતની ફોર્ચ્યુન 500 કંપનીઓમાં જીએમડીસી  132માં ક્રમે હતી જયારે  ખાણકામ ક્ષેત્રે માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા ટોચની-5 સંસ્થાઓમાં જીએમડીસીએ સ્થાન મેળવ્યું હતું.

વધુમાં જીએમડીસીએ ભારતની બીજી સૌથી મોટી લિગ્નાઈટ ઉત્પાદક કંપની છે, જે ગુજરાતમાં લિગ્નાઈટ એક્સ્પ્લોરેશન અને સપ્લાયમાં અગ્રેસર છે. રાજ્યભરમાંથી લિગ્નાઈટ સમૃદ્ધ વિસ્તારોમાંથી લિગ્નાઈટનું માઈનિંગ કરી તેને વિવિધ કાપડ, રસાયણો, સિરામિક્સ, ઇંટો અને કેપ્ટિવ પાવર સહિતના વિવિધ ઉદ્યોગોને  વેચવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.