Western Times News

Gujarati News

આંતર કૉલેજ બોક્સિંગ સ્પર્ધામાં વિદ્યાર્થિનીએ ગોલ્ડ મેડલ મેળવ્યો

inter college boxing competition

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, દ્વારા આયોજિત સ્પર્ધા 

(પ્રતિનિધિ) વાપી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરત દ્વારા હાલમાં જ રમત- ગમત ક્ષેત્રે વિવિધ આંતર કૉલેજ સ્પર્ધાઓ યોજાઈ હતી.જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવ દ્વારા આયોજિત રમત – ગમત ક્ષેત્રમાં આંતર કોલેજ સ્પર્ધા P.h.umrao college, kim   ખાતે યોજાઇ હતી. રમત ગમત ક્ષેત્રની વિવિધ સ્પર્ધામાં બોક્સિંગ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી .

પ્રસ્તુત સ્પર્ધામાં વિવિધ ક્ષમતાઓ ધરાવતા વિવિધ કોલેજૉના સ્પર્ધકોએ ભાગ લઈ પોતાની ક્ષમતાઓ પ્રદર્શિત કરી હતી. જેમાં અમારી સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની મધુમિતા એમ દાસે ગોલ્ડ મેડલ મેળવી સંસ્થાને ગૌરવ અપાવ્યું છે.

તેમજ તેમની આ સ્પર્ધાના સ્કોરના આધારે ઇન્ટર યુનિવર્સીટી સ્તરે પણ પસંદગી પામ્યા છે જેથી તેઓ આંતર યુનિવર્સિટી સ્તરે પણ સિદ્ધિ મેળવે એ માટે આર.કે.દેસાઈ પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમની આ સિદ્ધિ માટે કૉલેજના ફિઝિકલ એજ્યુકેશનના પ્રાધ્યાપકશ્રી પ્રફુલભાઈ પટેલ

તેમજ બી.બી.એ વિભાગનાં હેડ અધ્યાપિકા પ્રિન્સી ઠાકુર દ્વારા વિદ્યાર્થીઓને રમત ગમત ક્ષેત્રે ઊંચા સ્તરે પોહચાડવા એમનું પ્રોત્સાહન અને રમતની વિવિધ ક્ષમતાઓ વધારવા તેમજ ટ્રેનિંગમાં મોટો ફાળો રહ્યો છે. મઘુમિતા દાસને માર્ગદર્શન આપનાર પ્રાધ્યાપક પ્રફુલ પટેલ સાહેબનો સિંહ ફાળો રહ્યો હતો.

વિદ્યાર્થિનીએ મેળવેલ આ સિદ્ધિ બદલ તેમજ તેમના માર્ગદર્શકશ્રીની મેહનત માટે કૉલેજના ચેરમેનશ્રી મિલન દેસાઈ સાહેબ તેમજ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય તેમજ કેમ્પસ ડાયરેક્ટર ડૉ. શીતલ ગાંધી સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.