Western Times News

Gujarati News

ભરૂચમાં કોંગ્રેસ દ્વારા સાંકેતિક ગુજરાત બંધ: હાઈવે ઉપર ટાયરો સળગ્યા

Gujarat Congress workers protest in Bharuch as the party has called a 'symbolic bandh'

કોંગીજનોએ વાહનો રોકી ચક્કાજામ કરાતા અટકાયત-કોંગીજનોના ચક્કાજામના પ્રયાસ સાથે કોંગીજનોની પોલીસ દ્વારા અટકાયત

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચમા કોંગ્રેસ દ્વારા સાંકેતિક ગુજરાત બંધના એલાનના પગલે કોંગીજનોએ પેમ્પ્લેટ વેચવા સાથે ચક્કાજામ કરતા કોંગી અગ્રણીઓની અટકાયત કરવામાં આવી છે.  Gujarat Congress workers protest in Bharuch as the party has called a ‘symbolic bandh’ today to protest against inflation and unemployment

કોંગ્રેસ દ્વારા સરકાર સામે મોંઘવારી,મંદી, બેરોજગારી સહિતના મુદ્દે સવારનાં ૮ થી ૧૨ સુધી સાંકેતિક બંધનું એલાન આપી તેને સફળ બનાવવા  વહેલી સવારે દહેજ ઔદ્યોગિક વસાહતોમાં જતી બસોને અટકાવવા રોડ બંધ ઉપર ટાયરો સળગાવ્યા હતા.

તો બીજી તરફ જિલ્લા કૉંગ્રેસ કાર્યાલય પાસે જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ હરીશ પરમાર,પાલિકા વિપક્ષ નેતા સમસાદઅલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠીવાલા,મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી,ઝુબેર પટેલ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા હતા.

આ પણ વાંચો

https://westerntimesnews.in/news/222584/400-joined-bjp-in-bharuch-dahej/

અને મોંઘવારીના સૂત્રો વાલા પેમ્પલેટ વેચી વાહન વ્યવહાર રોકી લોકોને બંધ પાડવા કરી અપીલ કરવા સાથે ચક્કાજામનો પ્રયાસ કરાતા કાર્યલય બહાર પહેલા થી જ તહેનાત પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.

જેના પગલે કોંગી કાર્યકરોને પોલીસે અટકાવ્યા એક સમયે વાતાવરણ તંગ બન્યું હતું અને કોંગી અગ્રણીઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જતાં કોંગી અગ્રણીઓએ આક્રોશ ઠાલવ્યો હતો.

તો બીજી તરફ વહી સવાર થી બંધ નું એલાન આપવામાં આવતા કેટલીક દુકાનો બંધ જોવા મળી રહી હતી તો કેટલીક ખુલ્લી જોવા મળતા કોંગ્રેસના સાંકેતિક ગુજરાત બંધના એલાનની કોઈ ખાસ અસર હજુ સુધી મળી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.