Western Times News

Gujarati News

વિશ્વાસથી વિકાસ યાત્રાના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ

સરકારની કલ્યાણકારી યોજનાઓ અંતગર્ત વિકાસનાં કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્તના આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા કલેકટરશ્રી તથા ડીડીઓશ્રીની સ્થાનિકો અપીલ

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ પ્રાંત કક્ષાએ લોકાર્પણ/ખાતમુહુર્ત અંગે “વિશ્વાસથી વિકાસ યાત્રા”ના આયોજન દરમ્યાન વિવિધ વિભાગોના સહયોગથી વિકાસ કાર્યોનું લોકાર્પણ/ ખાતમુહુર્ત જેવા લોકાભિમુખ કાર્યક્રમો હાથ ધરવા બે દિવસનો કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

આ સંદર્ભે તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ નડિયાદ, કપડવંજ, ઠાસરા તથા ખેડા ખાતે પ્રાંત કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જ્યારે તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ નડિયાદ ઈપ્કોવાલા હોલ ખાતે જિલ્લાકક્ષાના કાર્યાક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

વિવિધ યોજનાકીય કામગીરીના યોગ્ય પ્રચાર-પ્રસાર થકી રાજ્યની જનતાની સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવાના તથા સરકારની કલ્યાણકારી યોજનાઓ અંતગર્ત વિકાસનાં કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવાના હેતુ સાથે યોજાનાર આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.

આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા અને પ્રાંત કક્ષાએ રચવામાં આવેલી સમિતિઓ એ પૂરતી કાળજી લે તે અંગે કલેકટરશ્રી એ ખાસ માર્ગદર્શન આપ્યું હતું. પ્રાંત કક્ષાનો “વિશ્વાસથી વિકાસ યાત્રા” તા.૧૨/૦૯/૨૦૨૨ના રોજ સવારે ૧૦;૦૦ કલાકે તથા રાજય કક્ષાનો વિશ્વાસી વિકાસ યાત્રા” તા. ૧૩/૦૯/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉજવવામાં આવશે

સરકારની કલ્યાણકારી યોજનાઓ અંતગર્ત વિકાસનાં કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્તના આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવા કલેકટરશ્રી તથા ડીડીઓશ્રીની સ્થાનિકો અપીલ કરી છે.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી કે. એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલભાઈ દવે, અધિક નિવાસી કલેક્ટર શ્રી બી. એસ. પટેલ સહિત પ્રાંત અધિકારીશ્રીઓ તથા ઉચ્ચ કક્ષાના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.