Western Times News

Gujarati News

શારદા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન

shardapith shakaracharya died

ભોપાલ, શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું રવિવારે નિધ થયું છે. તેઓ ૯૯ વર્ષના હતા. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુરમાં અંતિમ શ્વાસ લીધા છે. સ્વરૂપાનંદને હિન્દુઓના સૌથી મોટા ધર્મગુરૂ માનવામાં આવતા હતા. જાણકારી પ્રમાણે તેમણે પોતાના આશ્રમમાં બપોરે ૩ કલાકે અંતિમ શ્વાસ લીધા છે.

થોડા દિવસ પહેલા તેમનો ૯૯મો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ૨ સપ્ટેમ્બર ૧૯૨૪માં તેમનો જન્મ થયો હતો. તેઓ દ્વારકા અને જ્ર્યોતિમઠ પીછના શંકરાચાર્ય હતા.

દેશની આઝાદી માટે શંકરાચાર્ય સ્વરૂપાનંદે અંગ્રેજાેનો પણ સામનો કર્યો હતો. તેમનું બાળપણનું નામ પોથીરામ હતું. તેમણે કાશીમાં કરપાત્રી મહારાજ પાસે ધર્મનું શિક્ષણ લીધુ હતું. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં તેમણે ભાગ લીદો હતો. આ માટે તેમણે બે વખત જેલમાં પણ જવું પડ્યું હતું. ૧૯૮૯માં તેમને શંકરાચાર્યનું બિરૂદ મળ્યું હતું.

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી પોતાના બેબાર નિવેદન માટે જાણીતા હતા. તેમણે રામ મંદિર ટ્રસ્ટને લઈને પણ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભગવા પહેરી લેવાથી કોઈ સનાતની બનતું નથી. તેમણે કહ્યું હતું કે જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટમાં કોઈ એવો વ્યક્તિ નથી જે પ્રાણ પ્રતિષ્ઠા કરી શકે. તેમણે ધનને લઈને પણ ટ્રસ્ટ પર સવાલ ઉઠાવ્યા હતા.

શંકરાચાર્ય સ્વામી સરસ્વતીનો ગંગા આશ્રમ નરસિંગપુર જિલ્લાના જ્ઞોતેશ્વરમાં છે. તેમણે પોતાના આશ્રમમાં અંતિમ શ્વાસ લીધા છે. સ્વરૂપાનંદ સરસ્તવીનો જન્મ મધ્યપ્રદેશના સિવનીમાં ૨ સપ્ટેમ્બર ૧૯૨૪મા થયો હતો. તેઓ ૧૯૮૨માં ગુજરાતના દ્વારકા શારદા પીઠ અને બદ્રીનાથમાં જ્યોતિર મઠના શંકરાચાર્ય બન્યા હતા. સ્વામી શંકરાચાર્ય લાંબા સમયથી બીમાર હતા. તેમની સારવાર બેંગલુરુમાં ચાલી રહી હતી.

હાલમાં જ તેઓ આશ્રમ પરત ફર્યા હતા. શંકરાચાર્યના શિષ્ય બ્રહ્મ વિદ્યાનંદે જણાવ્યું કે- સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીને સોમવારે સાંજે ૫ વાગ્યે પરમહંસી ગંગા આશ્રમમાં સમાધિ આપવામાં આવશે. સ્વામી શંકરાચાર્ય આઝાદીની લડાઈમાં જેલ પણ ગયા હતા.

તો તેમને રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ પણ લડી હતી. જગદગુરુ શંકરાચાર્ય શ્રીસ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજી બે મઠ (દ્વારકા અને જ્યોર્તિમઠ)ના શંકરાચાર્ય છે. સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીનો જન્મ સિવની જિલ્લાના જબલપુરની પાસે દિઘોરી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતાએ તેમનું નામ પોથીરામ ઉપાધ્યાય રાખ્યું હતું. માત્ર ૯ વર્ષની ઉંમરે તેમને ઘર છોડીને ધર્મ યાત્રા શરૂ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.