Western Times News

Gujarati News

અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

અમદાવાદ, ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહેવાના સંકેત મળી રહ્યા છે. આજે ભાદરવોના બીજા દિવસે ગુજરાતના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

અસહ્ય ઉકળાટ વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ફરી વરસાદ શરૂ થયો હતો. અમદાવાદમા ગાજવીજ સાથે વાતાવરણમાં પલટો દેખાયો છે. કડાકા ભડાકા સાથે યુનિવર્સિટી કેમ્પસમાં વીજળી પડી હોવાની માહિતી મળી છે.

રવિવારે બપોરે એકાએક ૪ વાગ્યા પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. ત્યારબાદ શહેરના પ્રહેલાદ નગર, વેજલપુર, શિવરંજની, એસ જી હાઈવે પર તેજ પવન સાથે ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હાલ શહેરમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની માહિતી મળી રહી છે.

બીજી બાજુ ભારે વરસાદથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સિવાય અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નરોડા, અસારવા, નારોલ, નિકોલમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરમાં ફરી વરસાદી વાતાવરણના કારણે ઠંડક પ્રસરી ગઈ છે. રાજકોટ, ભાવનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં સારો વરસાદ થતાં લોકોમાં ખુશી છવાઈ તો બીજી તરફ, અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

વીજળીના કડાકાભડાકા સાથે પૂર્વ, પશ્ચિમ અમદાવાદમાં વરસાદ તૂટી પડ્યો હતો. ચારેબાજુ કાળાડિબાંગા વાદળો છવાતા અંધારપટ છવાયું હતું. ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા અમદાવાદીઓ ગેલમાં આવી ગયા છે. હજુ પણ ૩ દિવસ સામાન્ય વરસાદની આગાહી છે.

૫ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે
રાજ્યમાં સરેરાશ ચોમાસાની સીઝનનો અત્યાર સુધીનો ૧૦૩% જેટલો વરસાદ નોંધાયો છે. જાેકે, સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. દિવસે ગરમી અને બફારો તો બપોર બાદ વરસાદી માહોલ જામતા ઠંડકનો અહેસાસ થાય છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ૫ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થશે તો અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. જાેકે તાપમાન ઊંચું અને ભેજનું પ્રમાણ વધતા થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે. જેના કારણે પવન સાથે વરસદની સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.