ગુજરાતના આ જિલ્લો ચુંટણીકાર્ડનું આધારકાર્ડની સાથે જાેડાણ કરાવવામાં પ્રથમ
પાટણ જિલ્લામાં ૩૨,૫૫૭ લોકોએ મતદારયાદીમાં નામ નોંધણી કરાવી મેળવ્યો મતાધિકાર- ૪,૩૩,૫૯૩ લોકોએ કરાવ્યું જાેડાણ
પાટણ, રાજ્યમાં ચુંટણી પંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવ્યો. જેને ખુબ બહોળો પ્રતિસાદ મળ્યો છે. તા.૧૨.૦૮.૨૦૨૨ થી તા.૧૧.૦૯.૨૦૨૨ સુધી ચાલેલ આ કાર્યક્રમ અંતર્ગત જે નાગરિકોએ મતદારયાદીમાં નામની નોંધણી નહોતી કરાવી તેવા નાગરિકોએ નામની નોંધણી કરાવીને પોતાનો મતાધિકાર મેળવ્યો છે
અને સાથે-સાથે અનેક યુવા મતદારો કે જેઓ પ્રથમવાર મત આપવા જઈ રહ્યા છે તેઓ પણ મતદારયાદીમાં નામની નોંધણી કરાવીને આગામી ચુંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લો મતદારયાદીમાં નામની નોંધણી કારાવવાની ઝુંબેશમાં અગ્રેસર છે. અત્યાર સુધીમાં કુલ ૩૨,૫૫૭ જેટલા લોકોએ મતદારયાદીમાં નામની નોંધણી કરાવી છે. જેમાં જિલ્લાના ૧૬,૮૧૭ યુવાઓએ મતદારયાદીમાં પોતાના નામની નોંધાણી કરાવી છે.
આ યુવાઓ આગામી ચુંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. સરકારશ્રી દ્વારા ચુંટણીને ધ્યાનમાં રાખીને મતદારયાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો ત્યારથી અત્યારસુધી આ કાર્યક્રમ માટે ખુબ જાેરશોરથી વિવિધ માધ્યમો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે.
પાટણમાં વિવિધ શાળા, કોલેજાે, સામાજિક સંસ્થાઓ, વૃદ્ધાશ્રમો, વિવિધ ગામડાઓમાં જઈને મતદારયાદી સુધારણા કાર્યક્રમનો જાેરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો. જેનું પરિણામ એ આવ્યુ કે આજે કાર્યક્રમના અંતે જિલ્લાના કુલ ૩૨,૫૫૭ લોકોએ મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી લીધી છે. આ નાગરિકો હવે આગામી ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
તા.૧૨.૦૮.૨૦૨૨ થી તા.૧૧.૦૯.૨૦૨૨ સુધી ચાલેલા આ ક્રાર્યક્રમનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. જેમાં કુલ ૧૦,૦૨૧ લોકોએ મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી હતી. આ તરફ કુલ ૯૯,૮૫૭ લોકોએ ચુંટણીકાર્ડનું આધારકાર્ડની સાથે જાેડાણ કરાવ્યું હતુ.
ગઈકાલે છેલ્લો દિવસ હતો અને રવિવાર હોવાથી ખાસ ઝુંબેશ પણ ચલાવવામાં આવી હોવાથી લોકોએ મોટી સંખ્યામાં મતદાર સુધારણા કાર્યક્રમમાં લાભ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૨ અંતર્ગત એવા નાગરીક કે જેઓ મૃત્યુ પામ્યા હોય,
અથવા હંમેશા માટે સ્થળાંતર કર્યું હોય તેવા નાગરીકોનું નામ કમી પણ કરવામાં આવ્યુ હતુ. પાટણ જિલ્લામાં અત્યારસુધીમાં ૮,૪૩૯ લોકોનું નામ કમી કરવામાં આવ્યુ છે. તદઉપરાંત મતદારયાદીમાં પોતાનું નામ, અટક, સરનામું વગેરે કોઈપણ પ્રકારનો સુધારો કરાવવો હોય તે કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લામાંથી ૧૧,૦૮૯ લોકોએ મતદારયાદીમાં સુધારો કરાવ્યો છે.