ગીર સોમનાથના ગામમાં બે દીપડા વચ્ચે ખેલાયો જંગ

ગીર સોમનાથ, કોડિનારના આસપાસના વિસ્તારોમાં વારંવાર વન્ય પ્રાણીઓ દેખાતા હોય છે. ત્યારે ગીર સોમનાથના કોડિનારના પેઢાવાડા ગામમાં બે દીપડા વચ્ચે જંગનો એક વીડિયો વાયરલ થયો છે. જે સ્થાનિકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
આ વીડિયો તે ગામના જ એક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. ગીર સોમનાથ પંથકમાં વન્ય પ્રાણીઓ અવારનવાર આવી જતા હોય છે. ત્યારે બે દીપડા વચ્ચે જંગ ખેલાતો હોય તેવા દ્રશ્યો મોબાઇલના કેમેરામાં કેદ થયા છે. દીપડાને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
ગીર જંગલ નજીકના એક ગામમાં સિંહ આવી ચડ્યો હતો. સિંહે એક ગાય પર હુમલો કરી રસ્તા પરજ મારણ કરી મીજબાની માણી હતી. જેના લાઇવ દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
એક સિંહ ગામમાં ઘુસી આવતા પશુઓમાં અફડા તફડી મચી ગઈ હતી. અને સિંહે એક ગાયને નિશાન બનાવી તેમનાં પર હુમલો કરી દેતા ગાયનું ઘટના સ્થળેજ મોત નિપજ્યુ હતું. ત્યાર બાદ સિંહ શહેરી વિસ્તારમાં આવેલ રસ્તા પરજ મારણની મિજબાની માણી હતી.
જાેકે આ સમગ્ર ઘટનાનો લાઇવ વીડિયો ગામલોકો એ નિહાળી હતી. આમ સિંહ ગામમા ઘુસી આવતા ગામ લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયેલ હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.SS1MS