બાયડ તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન રેલી યોજાઇ

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) આજ રોજ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન રેલીની જન મેદની ઉમટી હતી ત્યારે ગુજરાત રાજ્યમાં વધતી જતી મોંઘવારીને લઈને મધ્યમ પરિવાર પર મોંઘવારીનો માર પડી રહ્યો છે
તેમજ વધતી મોંઘવારી અને સરકારની નિષ્ફળતા અંગે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં બાયડ માલપુરના ધારાસભ્ય જશુભાઈ પટેલ તથા મોડાસા વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, ગુજરાત રાજ્ય યુથ કોંગ્રેસના ઉત્તર ઝોનના પ્રભારી ધીરજસિંહ, અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ નિશ્ચલ ભાઈ પટેલ,
બાયડ તાલુકા પ્રમુખ અશોકસિંહ ઝાલા, બાયડ શહેર કોંગ્રેસ પ્રમુખ મોનિકભાઈ પટેલ, બાયડ -માલપુર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ દર્શિતભાઈ પટેલ, બાયડ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ અફઝલ મિર્ઝા, બાયડ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ઝાલા,
બાયડ કોંગ્રેસ ઓબીસી સેલના પ્રમુખ મુકેશસિંહ પરમાર, તેમજ બાયડ તાલુકાના વરિષ્ઠ કોંગ્રેસના કાર્યકર્તા મનહરસિંહ પરમાર, પ્રવિણસિંહ સોલંકી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસના આગેવાનો રેલીમાં જાેડાયા હતા અને ભાજપ સરકાર પર મોંઘવારીને લઈને આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા કોંગ્રેસ કાર્યકર્તાઓની બાઇક રેલી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું