Western Times News

Gujarati News

સૌના સાથ અને સૌના વિકાસ પર પ્રજાએ વિશ્વાસ મુક્યો છેઃ અર્જુનસિંહ ચૌહાણ

“વિશ્વાસ થી વિકાસ યાત્રા” કાર્યક્રમની ઉજવણીમાં પાટણ જિલ્લામાં મંત્રી અર્જુનસિંહ ચૌહાણ હસ્તે રૂા. ૩૯.૮૨ કરોડના કુલ ૮૮૦ કામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

(માહિતી બ્યુરો, પાટણ ) રાજ્યના દરેક નાગરિકોનુ જીવન સર્વોત્તમ બને અને તેનો લાભ છેવાડાના નાગરિકોને મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

આ હકારાત્મક અભિગમને પ્રજા સુધી લઈ જવા તાલુકા તેમજ જીલ્લા કક્ષાએ બે દિવસ વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમમાં પાટણ ખાતે માનનીય મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. આજે જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમ એ.પી.એમ.સી. પાટણ મુકામે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો. જે બાદ વિશ્વાસ થી વિકાસ યાત્રાને અનુરૂપ ફિલ્મનું ઉપસ્થિત લોકોએ ર્નિદશન કર્યું હતું. મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે પાટણ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમનુ લોકાર્પણ કરવામાં આવ્યું.

જેમાં બે દિવસ દરમ્યાન પાટણ જિલ્લામાં કુલ ૩૯.૮૨ કરોડના કુલ ૮૮૦ કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી તાલુકા કક્ષાના કાર્યક્રમમાં પાટણ તાલુકામાં ૨૩.૯૫ કરોડના કુલ ૨૬૪ કામ, સમી તાલુકાના કુલ ૬.૨૪ કરોડ કુલ ૨૯૯ કામ, રાધનપુર તાલુકાના કુલ ?

૫.૦૬ કરોડના કુલ ૨૪૧ કામ, સિદ્ધપુર તાલુકાના કુલ ?૪.૫૫ કરોડના કુલ ૭૬ કામનું ઈ-લોકાર્પણ આવતીકાલે તાલુકા કક્ષાના વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. જ્યારે આજે પાટણ એપીએમસી ખાતે યોજાયેલા જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં ૧૮.૧૦ કરોડના ૧૦ કામનું માનનીય મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું.

વિશ્વાસ થી વિકાસના જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં ગાંધીનગર થી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ રીતે જાેડાયા હતા. ગાંધીનગર ખાતે રાજયકક્ષાના વિશ્વાસ થી વિકાસના કાર્યક્રમમાં કેન્દ્રના ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ અનેક પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું.

જેમાં એક વર્ષમાં કરેલા વિકાસગાથાને પ્રજા સમક્ષ રજૂ કરી હતી. જ્યારે કેન્દ્રના ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહએ વર્ચ્યુઅલ સંબોધન કરતાં એક વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામની સરાહના કરી હતી. ગુજરાત ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં પ્રજાલક્ષી કામ કરી સતત રાજ્યના વિકાસ માટે કામગીરી કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.