ઈલેક્ટ્રિક બાઈક ચાર્જ કરતી વખતે શોરૂમમાં આગ લાગતા ૬ના મોત

(એજન્સી)હૈદરાબાદ, તેલંગાનાની રાજધાની હૈદરાબાદની નજીક આવેલા સિકંદરબાદમાં ઈલેક્ટ્રિક બાઈકના શોરૂમમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ આગને કાબુમાં લઈ લીધી છે. મોડી રાતે થયેલી આ ઘટનામાં ૬ લોકોના મૃત્યુ થયા છે. Eight people died & many were injured after a fire broke out at an electric scooter showroom
બાકીના લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. હૈદરાબાદના નોર્થ ઝોનની ઉપર ડીએસપીએ જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે સિકંદરાબાદમાં પાસપોર્ટ ઓફિસની પાસે ઈલેક્ટ્રિક બાઈકના શોરૂમમાં આગ લાગી છે. શોરૂમની ઉપર લોજ છે, જેમાં ઘણા લોકો ફંસાયા હતા.
અપર ડીએસપીના જણાવ્યા મુજબ, હાલ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ પહેલા એપ્રિલ મહીનામાં પણ તમિલનાડુમાં આવી જ એક ઘટના બની હતી. અહીં પોરુર-કુંદરા સ્થિત શોરૂમમાં એક કસ્ટમરે તેની ઈ-બાઈકની બેટરીને ચાર્જિંગ માટે મુકી હતી.
એટલામાં જ થોડીવાર જ આગ લાગી ગઈ હતી. ધીરે-ધીરે આખા શોરૂમમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં ૫ નવા ઈલેક્ટ્રિક સ્કુટર અને સર્વિસિંગ માટે આવેલા ૧૨ જૂના ઈલેકટ્રિક સ્કુટર સળગી ગયા હતા. આગ લાગ્યા પછી શોરૂમમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેને જાેઈને લોકો ગભરાઈ ગયા હતા.