Western Times News

Gujarati News

પેટલાદમાં બ્રિજનું કામ ખોરંભે: કામ શરૂ થયે પાંચ વર્ષ પૂર્ણ

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદમાંથી ખંભાત – નડિયાદ રાજ્ય ધોરીમાર્ગ પસાર થાય છે. આ ધોરીમાર્ગ ઉપરથી પસાર થતી રેલ્વે લાઈનની એલસી – ર૮ નંબરની ફાટક આવેલ છે. જેના ઉપર ઓવરબ્રિજ બનાવવાનું કામ જૂલાઈ ર૦૧૭માં શરૂ થયુ હતુ. પરંતુ છેલ્લા ચારેક વર્ષથી આ કામ ખોરંભે પડેલ છે.

આ કામ શરૂ થયે પાંચ વર્ષ જેટલો લાંબો સમય થયો હોવા છતા ઓવરબ્રિજનું કામ પૂનઃ શરૂ થઈ શક્યું નથી. જેને કારણે પેટલાદ શહેર અને તાલુકાની પ્રજા ભારે હાલાકી ભોગવી રહી છે. ઉપરાંત ખંભાત-આણંદની ટ્રેન પણ રાબેતા મુજબ થઈ ગઈ હોવાને લીધે હવે ટ્રાફિક સમસ્યા વારંવાર સર્જાય છે.

પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદમાંથી ખંભાત-નડિઆદ રાજ્ય ધોરીમાર્ગ નં.૭૬ પસાર થાય છે. આ ધોરીમાર્ગ ઉપર પેટલાદની એમજીવીસીએલ કચેરી પાસે રેલ્વે ફાટક એલસી – ર૮ આવેલ છે. આ રેલ્વે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા રાજ્ય સરકારે સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજૂરી આપી હતી.

જે મુજબ જૂલાઈ ર૦૧૭માં ઓવરબ્રિજનું કામ શરૂ થયુ હતુ. આ કામ જે તે એજન્સિએ જૂલાઈ ર૦૧૯ સુધીમા પૂર્ણ કરવાનું હતુ. પરંતુ કોઈપણ કારણોસર બ્રિજનું કામ ગણતરીના મહિનાઓમાં બંધ થઈગયું હતુ. બ્રિજનુ કામ શરૂ થયુ ત્યારે જાહેરનામાના આધારે ફાટક સીલ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતુ.

પરંતુ કામ બંષ થઈગયા પછી પણ લાંબા સમય સુધી ફાટક બંધ રહી હતી. જેને કારણે શહેર અને તાલુકાની પ્રજાને આંદોલન પણ કરવા પડ્યા હતા. ત્યારબાદ ફાટક ખુલ્લી કરવામાં આવી હતી. આ ફાટક ખુલ્લી તો થઈ ગઈ પરંતુ બ્રિજનું કામ અધુરૂ હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા વારંવાર સર્જાય છે.

બ્રિજનું કામ બંધ થયાબાદ તેને પુનઃ શરૂ કરવા સ્થાનિક નેતાગીરીએ અનેક વખત સરકારમાં મૌખિક અને લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે. છતા આજદીન સુધી એલસી ર૮ ઉપરના ઓવરબ્રિજનું કામ પુનઃ શરૂ થયુ નથી. આ એલસી ર૮ના ઓવરબ્રિજનું કામ હજીતો પૂર્ણ થયુ નથી અને બસ સ્ટેન્ડ સામે આવેલ ફાટક એલસી ર૯ ઉપરના ઓવરબ્રિજનું કામ શરૂ થઈગયું છે. જાેવાનુ એ રહેશે કે આ બન્ને બ્રિજ કેટલા વર્ષમાં પૂર્ણ થશે ?

સો કરોડમાં ચાર બ્રિજ બનશે

સરકારના એલસી મુક્ત ફાટક અભિગમને સાર્થક કરવા પેટલાદ શહેરના હાઈ-વે ઉપર આવેલ એલસી – ર૮ અને બસ સ્ટેન્ડ સામે આવેલ એલસી – ર૯ ઉપર ઓવરબ્રીજ બનાવવાના કામ મંજૂર થયા હતા. જે પૈકી એલસી – ર૮ના બ્રિજનું કામ ખોરંભે પડેલ છે.

જ્યારે એલસી – ર૯ ઉપરના બ્રિજનું કામ ત્રણેક મહિનાથી કાર્યરત છે. આ બે બ્રિજ ઉપરાંત નૂરતલાવડી પાસે આવેલ એલસી – ૩૧ તથા લક્કડપુરા પાસે આવેલ એલસી – ૬૧ ઉપર પણ ઓવરબ્રિજ બનાવવાના કામ મંજૂર થયા હોવાનું જાણવા મળે છે. જે પૈકી એલસી – ર૯ ઉપરનો બ્રિજ અંદાજીત રૂા.૩૭.૪૭ કરોડના ખર્ચે તૈયાર થનાર છે. જ્યારે એલસી – ૩૧ના બ્રિજ માટે રૂા.૧૦.૩૮ કરોડ અને એલસી – ૬૧ના બ્રિજ માટે રૂા.ર૭.રર કરોડ સરકાર દ્વારા મંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે. આમ પેટલાદમાં આગામી વર્ષો દરમિયા અંદાજીત રૂપિયા સો કરોડના ખર્ષે ચાર બ્રિજ બનવા પામશે.

રજૂઆત છતા કામ જૈસે થે
પેટલાદ શહેરના હાઈ-વે ઉપર એલસી ર૮ ફાટક આવેલ છે. જેની ઉપર ઓવરબ્રિજનું કામ આશરે ચાર વર્ષથી સ્થગીત થઈ ગયેલ છે. આ કામ પૂનઃ શરૂ કરવા આણંદ જીલ્લા ભાજપના પ્રમુખ વિપુલભાઈ પટેલે તા.૧૮ નવેમ્બર ર૦ર૧ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી.

જેમા જણાવ્યું હતુ કે બ્રિજ માટે નવી ટેન્ડર પ્રક્રિયા કરાવી તાત્કાલિક ધોરણે બ્રિજનું કામ ચાલુ કરવું. પરંતુ આજદીન સુધી બ્રિજનું કામ શરૂ થયુ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લા ભાજપ પ્રમુખના આ પત્ર દ્વારા રજૂઆત કર્યે આશરે દસ મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતા અધુરૂ કામ પુરૂ કરવાના કોઈ જ એંધાણ જાેવા મળતા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.