ઉંદર ચાકૂ પકડી શિકારને શોધતા કેમેરામાં કેદ થયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/Mices.jpg)
નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર એકથી એક ચઢિયાતા વીડિયો જાેવા મળતા હોય છે. કેટલાંક અજબ-ગજબ તો કેટલાંક જાણવાલાયક હોય છે. પ્રાણીઓ સાથે જાેડાયેલા અદ્ભુત વીડિયો પણ વાયરલ થતા રહે છે, જેને જાેઈને તમારા દિવસભરનો થાક તો ઉતરી જ જશે. સાથે જ તમે હસી હસીને લોટપોટ થઈ જશો. આમ તો દરેક પ્રાણીઓ તોફાન કરતા કે શિકાર કરતા દેખાતા હોય છે.
પરંતુ શું ક્યારેય કોઈ જીવજંતુને શિકારની તૈયારીમાં જાેયા છે? ટ્વીટરના જ્રન્ટ્ઠેખ્તરજ_૪_છઙ્મઙ્મ પર શેર એક વીડિયોમાં નાનો ઉંદર શિકારની તૈયારીમાં દેખાઈ રહ્યો છે.
હાથમાં ચાકૂ પકડીને તે જાણે કોને શોધી રહ્યો હતો. ઝડપથી વાયરલ થયેલા આ વીડિયોમાં લોકોએ અંદાજ લગાવ્યો કે તે એ બિલાડીની શોધ કરી રહ્યો હશે, જેણે તેની પત્નીને મારી નાંખી અને હવે તેનો જીવ લેવાની તૈયારીમાં છે. વીડિયોને ૨.૩ લાખથી વધારે લોકોએ નિહાળ્યો છે. સોશિયલ મીડિયા પર એક ઉંદરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે મોંમાં ચાકૂ પકડતો દેખાઈ રહ્યો છે.
તેણે જે રીતે ચાકૂને પકડી રાખ્યું હતું અને તે જેટલો બેચેન દેખાઈ રહ્યો હતો તે જાેઈને એવું લાગી રહ્યુ હતું જાણે કોઈના શિકારની તૈયારીમાં હતો. અને તેની જ શોધમાં ઉદાશ થઈ ગયો છે. પરંતુ કયારે કઈરીતે અને કોનું સર કલમ કરવાનું છે, તેનો તેને કોઈ આઈડિયા દેખાઈ રહ્યો ન હતો.
ઉંદર નાનો હોવા છતા પણ તેણે બહુ હિંમત બતાવી અને હથિયાર લઈને જતો દેખાયો હતો. વીડિયો નિહાળનારા લોકો પણ તેની હિંમત જાેઈને સ્તબ્ધ રહી ગયા. કિલર અંદાજમાં ઉંદરનો વીડિયો શેર થયા પછી જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. લોકોને ઉંદરનો કાતિલાના અંદાજ એટલો પસંદ આવ્યો છે કે, લોકો તેના હિંમતને સમર્થન આપતા જાેવા મળ્યા હતા. કોઈએ તેને ભયાનક કહ્યો તો કોઈએ શિકારી.
એક યૂજરે કહ્યુ કે, લગભગ તે એ બિલાડીને શોધી રહ્યો છે જેણે તેની પત્નીને મારી નાખી હતી. વીડિયો શેર કરનારા વ્યક્તિએ કેપ્શનમાં લખ્યુ કે, ‘મને વિશ્વાસ છે કે તે ચાહે છે કે કેટલાક ગાજર કાપી લે’. વીડિયોને ૨.૩૦ લાખ લોકોએ નિહાળ્યો છે જ્યારે ૮૦૦૦ લોકોએ તેને પસંદ કર્યો છે.SS1MS