Western Times News

Gujarati News

પાક. અંપાયર અસદ રઉફનું નિધન

નવી દિલ્હી, આઈસીસીની એલીટ પેનલના ભાગ રહેલા પાકિસ્તાની અંપાયર અસદ રઉફનું ૬૬ વર્ષની વયે લાહોરમાં નિધન થયું છે. કહેવાય છે કે તેમનું મોત કાર્ડિયાક અરેસ્ટના કાણે થયું છે. આ સમાચારની પુષ્ટી તેમના બાઈ તાહિરે કરી છે.

પૂર્વ અંપાયરના ભાઈએ જણાવ્યું કે અવસાન પહેલા તેઓ પોતાની દુકાન બંધ કરીને ઘર તરફ જઈ રહ્યા હતા. પરંતુ અચાનક તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને તેઓ હવે જીવિત નથી. રઉફ વર્ષ ૨૦૦૬થી ૨૦૧૩ સુધી આઈસીસીના ઈલિટ એમ્પાયર પેનલના સદસ્યા રહી ચૂક્યા છે.

તેમના પર મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગમાં સામેલ હોવાનો આરોપ પણ લાગ્યો હતો. વર્ષ ૨૦૧૬ ફેબ્રુઆરીમાં રઉફને બીસીસીઆઈ દ્વારા ભ્રષ્ટાચારના દોષિત ગણવામાં આવ્યા. જેના કારણે તેમને પાંચ વર્ષ માટે ક્રિકેટથી પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા.

પાકિસ્તાની અમ્પાયરને ઔપચારિક રુપે મુંબઈ પોલીસે વર્ષ ૨૦૧૩માં આઈપીએલ સટ્ટાબાજી કાંડમાં આરોપી ગણાવ્યા હતા. તમને જણાવી દઈએ કે રઉફે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ ૨૩૧ મેચમાં અમ્પાયરિંગ કરી છે. જેમાંથી ૬૪ ટેસ્ટ, ૨૮ ટી૨૦ અને ૧૩૯ વનડે મેચ છે.

પાકિસ્તાની અમ્પાયરે વર્ષ ૨૦૧૩માં તમામ પ્રકારના અમ્પાયરિંગથી સન્સાય લઈ લીધો હતો. અસદ રઉફના આકસ્મિક નિધનથી ક્રિકેટ જગતમાં દરેક વ્યક્તિ સ્તબ્ધ છે. લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતપોતાની ભાવના પ્રગટ કરી રહ્યા છે.

એટલું જ નહીં ઘણા લોકો રઉફના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. વર્ષ ૧૯૯૮માં રઉફે અમ્પાયરિંગમાં ડેબ્યુ કર્યું હતું. અમ્પાયરિંગ પહેલાં, રઉફે પાકિસ્તાનમાં સ્થાનિક ક્રિકેટર તરીકે પોતાની કારકિર્દી બનાવી હતી. ૧૯૮૦ના દાયકામાં તેઓ જમણા હાથના બેટ્‌સમેન તરીકે જાણીતા બન્યા હતા. તેની ૭૧ ફર્સ્ટ-ક્લાસ મેચોમાં તેણે ૩૪૨૩ રન બનાવ્યા અને ૪૦ લિસ્ટ-એ મેચોમાં ૬૧૧ રન બનાવવામાં સફળ રહ્યો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.