રાજકોટ ટ્વેન્ટી મેચને લઇને રોમાંચ: ભારત ઉપર દબાણ
રાજકોટ ખાતે ટ્વેન્ટી-૨૦ મેચને લઇ ક્રેઝ: રોહિત શર્મા સહિત તમામ સ્ટાર ખેલાડીની બેટિંગ ઉપર નજર: બાંગ્લાદેશ લડાયક દેખાવ કરવા માટે ઇચ્છુક |
રાજકોટ, રાજકોટમાં આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મેચોની શ્રેણીની બીજી મેચ રમાનાર છે. આને લઇને સ્થાનિક ક્રિકેટ ચાહકોમાં ભારે રોમાંચ છે. રાજકોટના લોકોની સાથે સાથે અહીં આવનાર આસપાસના લોકોમા પણ આ મેચને લઇને ઉત્સાહ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે પ્રથમ ટ્વેન્ટી મેચ દિલ્હી ખાતે ગુમાવી દીધા બાદ ભારતીય ચાહકો તરફથી ટીમ પર ભારે દબાણ છે.
બાગ્લાદેશ સામે ભારતે અગાઉ ક્યારેય કોઇ મેચ ગુમાવી ન હતી. જા કે દિલ્હીની મેચ હારી જતા હવે ટીમ ઇન્ડિયા પર ભારે દબાણ છે. રાજકોટમાં સ્થાનિક ચાહકો રોહિત શર્મા સહિત તમામ સ્ટાર ખેલાડીઓ પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખી રહ્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચને લઇને કરોડો ક્રિકેટ ચાહકો ભારે ઉત્સુક છે. આ વખતે ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તે ટ્વેન્ટી શ્રેણીમાં રમનાર નથી.
તેની જગ્યાએ રોહિત શર્મા જ કેપ્ટન તરીકે મેદાનમાં છે. કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા પર બેટિંગની સાથે સાથે કેપ્ટન તરીકેની પણ જવાબદારી રહેલી છે. સાથે સાથે તે હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આફ્રિકા સામે તાજેતરમાં જ રમાયેલી શ્રેણીમાં તેનો દેખાવ જારદાર રહ્યો હતો. બીજી બાજુ પિચને લઇને ટીમ ઇન્ડિયા ખુશ દેખાઇ રહી છે. ટીમ ઇન્ડિયાના કોચ અને ખેલાડી રાજકોટ સ્ટેડિયમની પીચને લઇને સંતુષ્ટ છે. તમામ લોકો જાણે છે
વિતેલા વર્ષોમાં અહીંની વિકેટ ઉછાળના કારણે હમેંશા ચર્ચામાં રહી છે. બોલ બેટિંગ કરનાર બેટ્સમેનોને હેરાન કરનાર તરીકે હોય છે. ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યુ છે કે ટીમ ઇન્ડિયા એક દિશામાં કામ કરી રહી છે. ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની શરૂઆત પહેલા તમામ ક્ષેત્રોમાં સંપૂર્ણપણે પ્રભુત્વ હાંસલ કરવાની તેની યોજના છે. જેથી દરેક ક્ષેત્રમાં શક્ય બને તેટલા સુધારા કરવામાં આવી રહ્યા છે. છેલ્લી શ્રેણીમાં અમે જુદી જુદી જાડીને મેદાનમાં ઉતરીને કસૌટી કરી ચુક્યા છીએ. આ પરંપરા હજુ જારી રહેનાર છે. બીજી બાજુ બાંગ્લાદેશી ખેલાડી હમેંશા લડાયક રહ્યા છે.
તેમની ટીમમાં અનેક મોટા સ્ટાર બેટ્સમેનો પણ રહ્યા છે. મોટા મોટા અપસેટ સર્જવા માટે ટીમ જાણીતી રહી છે. આની સાબિતી બાંગ્લાદેશે પ્રથમ મેચ જીતીને આપી પણ દીધી છે.
મેચનુ પ્રસારણ સાંજે સાત વાગ્યાથી થશે. બાંગ્લાદેશની ટીમ પણ નબળી દેખાઈ રહી છે. કારણ કે ટીમમાં શાકીબ અલ હસન, તામિમ ઇકબાલની ગેરહાજરી છે. આ ઉપરાંત મશરફી મુર્તઝા પણ ટૂંકી ફોર્મેટમાંથી નિવૃત્ત થઇ ચુક્યો છે. મોહમ્મદ સૈફુદ્દીન ઇજાના કારણે ઉપલબ્ધ નથી. ટીમમાં અરાફાત સમી અને અલ અમીન હુસૈનનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંને ટી-૨૦ મેચમાં ત્રણ વર્ષ અગાઉ રમ્યા હતા.
શાકીબ ઉપર પ્રતિબંધ બાદ બાંગ્લાદેશની ટીમમાં જે આશાસ્પદ ખેલાડીઓ દેખાઈ રહ્યા છે તેમાં મહેમુદુલ્લા, રહીમ અને રહેમાનનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકા સામે હાલમાં ટ્વેન્ટી મેચોમાં જારદાર દેખાવ ટીમ ઇન્ડિયાએ કર્યો હતો. વર્તમાન શ્રેણીમાં ભારત પાસે કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે જેવા ઓલરાઉન્ડરોને અજમાવવાનો સમય છે. યુજવેન્દ્ર ચહલ ફરી એકવાર ટીમમાં પરત ફર્યો છે. ભારત પાસે બેટિંગમાં મજબૂત તાકાત દેખાઈ રહી છે.
ભારત પાસે રોહિત શર્મા ઉપરાંત શિખર ધવન અને કેએલ રાહુલ પણ છવાઇ જવા માટે તૈયાર છે. પ્રથમ મેચમાં નિરાશાજનક દેખાવ કર્યા બાદ ટીમ ઇન્ડિયા તેની ક્ષમતા મુજબ દેખાવ કરવા માટે આશાવાદી છે. રાજકોટમાં કોઇ અંધાધુંધી ન ફેલાય તે માટે તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે. સુરક્ષા પણ મજબુત કરી દેવામાં આવી છે. બાંગ્લાદેશ માટે આ પરિણામ ખુબ શાનદાર રહ્યા છે. કારણ કે, વેતન અને અન્ય મુદ્દાઓને લઇને ખેલાડીઓની હડતાળ પર ટીમ અહીં પહોંચી હતી. બાંગ્લાદેશના અનેક સ્ટાર ખેલાડીઓ ટીમની બહાર છે.
ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, સંજુ સેમસન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, રિષભ પંત, શિવમ દુબે, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, દિપક ચહર, શાર્દુલ ઠાકુર, ખલીલ અહેમદ
બાંગ્લાદેશઃ લિન્ટન દાસ, સૌમૈયા સરકાર, મોહમ્મદ નઇમ, મોહમ્મદ મિથુન, મુશફકીર રહીમ, મહેમુદુલ્લા (કેપ્ટન), હુસૈન, આફીક હુસૈન, અરાફાત સમી, એમ રહેમાન, અલ અમીન હુસૈન, અબુ હૈદર, તેજુલ ઇસ્લામ.