શ્રદ્ધા કપૂરે બ્લેક એન્ડ બોલ્ડ ડ્રેસમાં ચાહકોને કાતિલ કર્યા
મુંબઈ, બોલિવૂડની સૌથી ક્યૂટ હિરોઈનોમાં ગણાતી શ્રદ્ધા કપૂર પોતાની સુંદર તસવીરો સમાયાંતરે ફેન્સ સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં જ શ્રદ્ધાએ બ્લેક ડ્રેસમાં ફોટો મુકીને સોશિયલ મીડિયાનું તાપમાનનો પારો વધારી દીધો છે. શ્રદ્ધાએ હાલમાં જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.
શ્રદ્ધાએ બ્લેક અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને હલચલ મચાવી દીધી છે. આ તસવીરો જાેઈને ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આટલું જ નહીં શ્રદ્ધાના ચાહકોએ આ ફોટાને ફરીથી શેર કરીને ટિ્વટર પર ટ્રેન્ડ કર્યો છે.
હવે શ્રદ્ધા ઈંજીરટ્ઠિઙ્ઘઙ્ઘરટ્ઠદ્ભॅર્ર્િ ટેગ સાથે ટ્રેન્ડ કરી રહી છે. શ્રદ્ધાનો ફોટો પોસ્ટ થતાની સાથે જ ઈન્સ્ટાગ્રામનો પારો ઉપર ચડી ગયો છે. શ્રદ્ધાએ ઈન્સ્ટાગ્રામ પર ૩ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શ્રદ્ધા થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેરેલી જાેવા મળી રહી છે.
બ્લેક કલરના આ ડ્રેસમાં શ્રદ્ધા ખૂબ જ સુંદર લાગી રહી છે. શ્રદ્ધાના આ ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. શ્રદ્ધાના આ ફોટા પર થોડી જ મિનિટોમાં લાખો લાઈક્સ મળી ચુકી છે. એટલું જ નહીં શ્રદ્ધાના આ ફોટોઝ પણ ટિ્વટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે.
દોઢ હજારથી વધુ લોકોએ આ તસવીરને શેર કરી છે. જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સતત પોતાના ફેન્સ સાથે ફોટો શેર કરતી રહે છે.
હાલમાં જ શ્રદ્ધાના પિતા શક્તિ કપૂરે તેમનો ૭૦મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના પિતાના જન્મદિવસ પર શ્રદ્ધાએ તેની અને તેના ભાઈ સાથેની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં શક્તિ કપૂર કેકની સામે બેઠેલા જાેવા મળે છે. તો તેની સાઈડમાં જ શ્રદ્ધા અને તેનો ભાઈ ઉભેલા દેખાય છે.
જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂરની સોશિયલ મીડિયા પર ખુબ જ ફેન ફોલોઈંગ છે. શ્રદ્ધા કપૂરને ઈન્સ્ટાગ્રામ પર ૭૪ મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. શ્રદ્ધા પણ તેના ફેન્સ સાથે સતત ફોટો શેર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે શ્રદ્ધા બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાંની એક છે.SS1MS