Western Times News

Gujarati News

ફોલોઅર્સ વધારવા સાક્ષી કરે છે આ કામ, ધોનીએ કર્યો ખુલાસો

રાંચી,  પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલ સિવાય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી ભલે ઘણા સમય પહેલા જ નિવૃતિ લઈ લીધી હોય પરંતુ તેના ચાહકો આજે પણ તેની કેપ્ટનશિપને ભૂલ્યા નથી. જ્યારે પણ ટીમ ઈન્ડિયા કંઈક ભૂલ કરે છે અથવા હારે છે ત્યારે-ત્યારે લોકો ધોનીને યાદ કરે છે અને જાે તે હોત તો શું કર્યું હોય તે અંગે મંતવ્યો રજૂ કરે છે.

એમએસ ધોની ન તો અન્ય ક્રિકેટર્સની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે કે ન તો મીડિયાની સામે વધારે આવે છે. જ્યારે બીજી તરફ તેની પત્ની સાક્ષી ધોની ઈન્સ્ટાગ્રામ પર વધારે એક્ટિવ રહે છે. તે પતિ સાથેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જેમાંથી કેટલાક ફની પણ હોય છે.

તે પોતાના ફોલોઅર્સ વધારવા માટે કંઈ પણ કરી શકે છે તેવું ધોનીનું કહેવું છે. બંનેનો એક મજાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. ધોનીના ફેન પેજ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં પતિ-પત્ની વચ્ચે મીઠો ઝઘડો થતો જાેઈ શકાય છે.

પૂર્વ ક્રિકેટર વીડિયોમાં કહે છે ‘સાક્ષી આ બધું ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવા માટે કરી રહી છે’, પોતાનો પક્ષ રાખતાં સાક્ષી કહે છે ‘અને તારા ફોલોઅર્સ મને પણ પ્રેમ કરે છે’. તેની વાત સાંભળીને ધોની મોં ફેરવી લે છે ત્યારે સાક્ષી કેમેરા નજીક લઈ જઈને કહે છે હું પણ તારા જીવનનો ભાગ છું બેબી, સ્વીટી. ગમે તે હોય બધા તને જાેવા માગે છે.

ક્યાં છે અમારા ધોનીથલા. જાે કે, ધોની જાણે સાંભળતો જ ન હોય તેમ કેમેરા સામે જાેતો પણ નથી. આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તે અંગે કોઈ માહિતી મળી નથી. જણાવી દઈએ કે, ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

ધોની છેલ્લે ટીમ ઈન્ડિયા માટે ઈંગ્લેન્ડમાં રમાયેલા વનડે વર્લ્ડ કપના સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો, જેમાં તે રન આઉટ થયો હતો અને ભારતીય ટીમને હાર મળી હતી. જાે કે, તેણે ૈંઁન્માં રમવાનું યથાવત્‌ રાખ્યું છે અને

તે ૧૫મા એડિશન માટે પણ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) તરફથી રમ્યો હતો. સીઝનની શરૂઆતમાં ધોનીએ કપ્તાની છોડતાં જવાબદારી રવિન્દ્ર જાડેજાને સોંપવામાં આવી હતી પરંતુ ટીમના સતત કંગાળ પ્રદર્શનના કારણે સીઝનની વચ્ચે જ તેણે કેપ્ટનશિપ છોડતા ફરી ધોનીને જવાબદારી સોંપાઈ હતી. ધોનીની કેપ્ટનશિપમાં ટીમે ચાર વખત આઈપીએલની ટ્રોફી જીતી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.