Western Times News

Gujarati News

મહિન્દ્રા લોજિસ્ટિક્સના MD અને CEO રામપ્રવીણ સ્વામિનાથનની નિમણૂંક કરાઈ

“અમે આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ (એનએલપી)ને આવકારીએ છીએ. ભારતે વર્ષ 2024-25 સુધીમાં 5 ટ્રિલિયનનું અર્થતંત્ર બનવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હોવાથી તેને પાર પાડવા જોડાણ અને શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ મહત્વપૂર્ણ બનશે.

રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ (એનએલપી) આ ક્ષેત્ર માટે મોટું પ્રોત્સાહન પુરું પાડશે, કારણ કે એનો ઉદ્દેસ સમગ્ર ભારતમાં ચીજવસ્તુઓની સરળ અવરજવરને વેગ આપવાનો છે તથા આ નીતિ લોજિસ્ટિક્સનો ખર્ચમાં ઘટાડા અને જીડીપીમાં વૃદ્ધિને વેગ મળવા તરફ દોરી જવાની સંભવિતતા ધરાવે છે.

આ દેશની સપ્લાય ચેઇન પર સકારાત્મક અસર કરશે અને વેરહાઉસિંગ ક્ષમતા વધારવા મદદરૂપ થશે તેમજ ઉત્પાદનોને ઉપભોક્તાની વધારે નજીક લઈ જશે. નીતિમાં વધારે ધ્યાન માનવીય મૂડી વધારવા અને કામગીરીના ધારાધોરણો સુધારા પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે આ ક્ષેત્રના ઔપચારિકીકરણને વધારવા આવકારદાયક પગલાં છે.

ભારતની સૌથી મોટી થર્ડ-પાર્ટી ઇન્ટિગ્રેટડ લોજિસ્ટિક્સ (3પીએલ) સોલ્યુશન પ્રદાતા પૈકીની એક તરીકે અમે મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડમાં સરકારના ભારતને શ્રેષ્ઠ અને વેપારવાણિજ્ય માટે સરળ બનાવવાના વિઝનને સુસંગત કામગીરી કરીએ છીએ.

અમે ઉદ્યોગસાહસોને વધારે ઝડપી અને વાજબી ખર્ચ ધરાવતા બનાવવા મદદરૂપ થવા તથા ભારતની વિકાસગાથાને ટેકો આપવા સંકલિત સમાધાનો પૂરાં પાડવા ધ્યાન કેન્દ્રિત કરી રાખ્યું છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.