રિયલ લાઈફમાં એકબીજાના પ્રેમમાં છે સુમ્બુલ અને ફહમાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/Sumbul.webp)
મુંબઈ, આશરે બે વર્ષ પહેલા ઓનએર થયેલી સીરિયલ ઈમલીને સારી સફળતા મળી છે. હાલમાં જ તેમાં ૨૦ વર્ષનો લીપ આવ્યા બાદ લીડ એક્ટર્સ સુમ્બુલ તૌકીર ખાન (ઈમલી) તેમજ ફહમાન ખાનની (આર્યન સિંહ રાઠોડ) એક્ઝિટ થઈ છે. સીરિયલમાં ઈમલી અને આર્યનને પહેલા એકબીજાના દુશ્મન દેખાડવામાં આવ્યા હતા, ત્યારબાદ બંનેના લગ્ન અને ધીમે-ધીમે પ્રેમમાં પડ્યા હતા.
સુમ્બુલ અને ફહમાનની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી એટલી જબરદસ્ત હતી કે તેઓ રિયલ લાઈફમાં એકબીજાના પ્રેમમાં હોવાનું દર્શકોને લાગી રહ્યું હતું. શો છોડ્યા બાદ પણ તેઓ સોશિયલ મીડિયા હેન્ડલ પર એકબીજા સાથેની જે પ્રકારની તસવીરો શેર કરી રહ્યા છે તે રીતે તેમનું ખરેખર અફેર ચાલી રહ્યું હોવાની વાતને જાેર મળી રહ્યું છે.
‘રવિવાર વિથ સ્ટાર પરિવાર’ શોમાં પણ આ વાત માટે તેમની ઘણીવાર મજાક ઉડાવવામાં આવી હતી. આ વચ્ચે બંનેની એક પોસ્ટ પર અર્જુન બિજલાનીની કોમેન્ટે બધાનું ધ્યાન ખેંચ્યું છે. વાત એમ છે કે, ‘ઈમલી’ સીરિયલ છોડ્યા બાદ સુમ્બુલ તૌકીર ખાને ફહમાન ખાન સાથેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી. જેમાં બંને એકબીજાને ભેટીને કેમેરા હસતા દેખાયા હતા.
કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું હતું ‘ફિર મિલેંગે અકડબગ્ઘે, તુમ્હારી જંગલી’. તેના પર કોમેન્ટ કરતાં ‘અનુપમા’ની ‘દેવિકા’ ઉર્ફે જસવીર કૌરે રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા હતા તો ‘અનુજ કપાડિયા’ એટલે કે ગૌરવ ખન્નાએ લખ્યું હતું ‘તમે બંને અદ્દભુત હતા…આ માત્ર શરૂઆત છે, અહીંથી આગળ વધવાનું છે’.
અર્જુન બિજલાનીએ કોમેન્ટ કરી હતી ‘લગ્નનું કાર્ડ જરૂરથી મોકલી દેજાે’. આ સિવાય ફેન્સે પણ બંનેની જાેડીને વખાણી હતી અને તેમને મિસ કરશે તેમ કહ્યું હતું. સુમ્બુલ તૌકીર ખાન અને ફહમાન ખાન ખૂબ જલ્દી ફરીથી એક મ્યૂઝિક વીડિયો સોન્ગમાં સ્ક્રીન શેર કરતાં દેખાવાના છે. એક દિવસ પહેલા એક્ટરે સોન્ગનો ફર્સ્ટ લૂક દેખાડતું પોસ્ટર શેર કર્યું હતું, જેમાં તે સુમ્બુલને ખભે ઉંચકતો દેખાયો હતો.
બંનેના સોન્ગનું ટાઈટલ ‘ઈશ્ક હો ગયા’ છે, જેને અવાજ તબિશ પાશાએ આપ્યો છે. સોન્ગની જાહેરાત કરતાં ફહમાને લખ્યું હતું ‘અમે વચન આપ્યું હતું તેમ, અમે તમને લાંબા સમય સુધી મિસ કરવા દઈશું નહીં. તેથી તબિશ પાશાનું મારું સૌથી ફેવરિટ સોન્ગ તમારા માટે લાવી રહ્યો છું. સોન્ગ પાછળની કહાણી અકલ્પનીય છે. સાંભળજાે જરૂર. અત્યારે તો માત્ર પોસ્ટર એન્જાેય કરો’.SS1Ms