ખેડબ્રહ્મા ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ચીર પુરાતન રાષ્ટ્રની આધારશીલા થકી ભારતને વિશ્વ ફલક પર અગ્રેસર કરનાર શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે ખેડબ્રહ્મા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્લડ કેમ્પ તથા ગરીબ વિદ્યાર્થીઓને કપડા વિતરણ જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
ખેડબ્રહ્મા તેરાપંથ ભવનમાં પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલના હસ્તે રીબીન કાપી તથા તેરાપંથ ભવનના જૈન યુવાનો નવકાર મંત્રોચ્ચાર દ્વારા રક્તદાન કેમ્પન આરંભાયો હતો. આ કેમ્પમાં ૬૦ બોટલ જેટલું રક્ત એકઠું થયું હતું. તેરાપંથ ભવન સંકૂલમા ફ્લોર પર શ્રી મોદી સાહેબનું રંગપૂર્ણિ દ્વારા આબેહૂબ ચિત્રાકન કરાયું હતું.
રક્તદાન કેમ્પનો આરંભ કરાયા પછી ખેડબ્રહ્મા શહેરમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ વનવાસી કલ્યાણ આશ્રમ ખાતે આશ્રમશાળાના વિદ્યાર્થીઓને સુંદર મજાના ડ્રેસ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય મહેમાન પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ ઉપરાંત ખેડબ્રહ્મા ભાજપ શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, મહામંત્રી રાજેન્દ્રસિંહ તથા પ્રશાંતભાઈ, મીનાબેન જાેશી, બ્રિજેશ બારોટ, હસમુખભાઈ પંચાલ, લતાબેન ભાવસાર, પુષ્પાબેન ગોસ્વામી, નીતાબેન મહેતા, અંબિકાબેન સુથાર, બ્રિજેશ પ્રજાપતિ વનવાસી કલ્યાણ આશ્રમના સનાતનભાઇ પંડ્યા, તેરાપંથ ભવનના યુવાનો લાલભાઈ નાકોડા, વિકાસભાઈ, સુરેશભાઈ વિગેરે હાજર રહ્યા હતા.