Western Times News

Gujarati News

નડિયાદ સર્કિટ હાઉસ ખાતે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવવા કાર્યશાળા યોજાઈ

(પ્રતિનિધિ) નડિયાદ,
ડી.ડી.આઈ.ટી નડિયાદ દ્વારા અત્યાર સુધી ૨ સ્ટાર્ટઅપ સક્સેસ થયા છે જેના પાયામાં સ્ટાર્ટઅપ અંગે વિચાર આવવો જરૂરી છે ઃ – ડૉ.જગત ઉપાધ્યાય કેન્દ્ર અને રાજ્ય સરકારના સ્ટાકર્ટઅપ્સને પ્રોત્સાઓહન આપવા અને રોકાણકારો તથા સરકારી અધિકારીઓને સંવેદનશીલ બનાવવા ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે ૧ દિવસીય સ્ટાર્ટઅપ પ્રોગ્રામ અંગે માહિતી આપતો સેમિનાર નડિયાદ સર્કિટ હાઉસ ખાતે યોજાયો હતો .

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકો સખીમંડળની બહેનોને સરકારની અનેક સ્ટાર્ટઅપ યોજના વિશે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર સુશ્રી તન્વી પટેલ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા .
આ કાર્યશાળામાં રોકાણકારો તેમજ સરકારી અધિકારીઓને સ્ટારર્ટઅપના વિવિધ પાસાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા .

આ સેમિનારના પ્રથમ સેશનમાં સરકારી અધિકારીઓને સ્ટાકર્ટઅપ ઇન્ડીયાના લાભ , સ્ટાગર્ટઅપ , સુક્ષ્મ , લઘુ અને નાના ઉદ્યોગો માટે ય્ઈસ્ પોર્ટલ પરથી પ્રોક્યુરમેન્ટ , ગુજરાતની ઇકો સિસ્ટામ અને નોડલ ઇન્સ્ટીટ્યુટ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી .

આ ઉપરાંત સ્ટાર્ટઅપની ગ્રામીણ અસર તેમજ મહિલાઓની આગેવાની હેઠળ આવતા સ્ટાર્ટઅપ અને તેમના અનુભવો , સંભવિત રોકાણકારો માટે વેન્ચર ફંડિંગ , સ્ટાર્ટઅપ રોકાણના અવસરો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .
ડી.ડી આઈ.ટી નડિયાદના આસિસ્ટન્ટ પ્રોફેસર જગત ઉપાધ્યાયે જણાવ્યું કે , કોઈક નવો વિચાર આવે અને તેને તેના દ્વારા પૂરા દેશમાં છવાઈ જવુ હોય તો સ્ટાર્ટ અપના માધ્યમથી બિઝનેસ શરૂ કરી શકાય , સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા ખેડા જિલ્લાના ઉદ્યોગકારો અદભુત કામ કરી રહ્યા છે .

તેમણે નાના અને મોટા તમામ ઉદ્યોગકારોને એક મંચ પર આવી વિચારોનું આદાન પ્રદાન કરવા અનુરોધ કર્યો હતો . જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર સુશ્રી તન્વી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આર્ત્મનિભર ભારતની સંકલ્પના હેઠળ ખેડા જિલ્લામાં અનેક કાર્યક્રમો થઇ રહ્યા છે .

સ્ટાર્ટઅપ ઇન્ડિયા એ ઉદ્યોગ સાહસિકો માટે આશીર્વાદરૂપ બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.