Western Times News

Gujarati News

પતિના અનૈતિક સંબંધથી થયેલા બાળકને યશોદાની જેમ સાચવે છે “દૂસરી મા”

એન્ડટીવી “દૂસરી મા” સાથે લાવી રહી છે માતૃત્વ પર હૃદયસ્પર્શી વાર્તા

ઝી સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત અને ઈમ્તિયાઝ પંજાબી દ્વારા કો- પ્રોડ્યુસ્ડ વિખ્યાત ઓન-સ્ક્રીન માતા- પુત્રીની જોડી યશોદા તરીકે નેહા જોશી અને કૃષ્ણ તરીકે આયુધ ભાનુશાલી સાથે અન્ય સ્ટાર કલાકારોને પાછા લાવે છે. શો 20મી સપ્ટેમ્બર, 2022થી રાત્રે 8.00 વાગ્યા પ્રસારિત થશે, જે પછી દરેક સોમવારથી શુક્રવારે, એન્ડટીવી પર.

મુંબઈ, માતા અને પુત્રનું જોડાણ પવિત્ર, નિઃસ્વાર્થી અને બિનશરતી પ્રેમ પર આધારિત હોય તેવું માનવામાં આવે છે. માતાના પ્રેમ અને વહાલની કોઈ મર્યાદા હોતી નથી ત્યારે જો સંતાન તમારા પતિના અનૈતિક સંબંધમાંથી પેદા થયું હોય તો તે ગૂંચભર્યો મુદ્દો બની શકે છે.

એન્ડટીવી તેનો નવો ફેમિલી ડ્રામા દૂસરી મા લાવવા માટે સુસજ્જ છે. આ શો ઝી સ્ટુડિયોઝ દ્વારા પ્રોડ્યુસ કરાયો છે અને ઈમ્તિયાઝ પંજાબી દ્વારા કો-પ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. આ શો વિખ્યાત ઓન-સ્ક્રીન માતા- પુત્રની જોડી યશોદા તરીકે નેહા જોશી અને કૃષ્ણ તરીકે આયુધ ભાનુશાલીને મુખ્ય ભૂમિકામાં અન્ય કલાકારો સાથે લાવી રહ્યો છે. આ શો 20મી સપ્ટેમ્બર, 2022થી રાત્રે 8.00 વાગ્યાથી એન્ડટીવી પરથી પ્રસારિત થશે અને તે પછી દરેક સોમવારથી શુક્રવારે પ્રસારિત થશે.

દૂસરી મા ઉત્તર પ્રદેશમાં પતિ સાથે રહેતી મહિલા, બે પુત્રીઓ અને સાસરિયાંની વાર્તા છે. તે અને તેનો પતિ અજ્ઞાત રીતે તેના પતિનું અનૈતિક સંતાન દત્તક લે છે, જે પછી તેમનું સુખી, શાંતિપૂર્ણ પારિવારિક જીવન થંભી જાય છે. શો મુખ્ય પાત્ર યશોદાના પતિનો ભૂતકાળ અને તેના સાવકા પુત્ર સાથે સંઘર્ષમય અને માઠા સંબંધોને સાચવા લેવાના યશોદાના પ્રયાસોને મઢી લે છે.

આ શો વિશે બોલતાં એન્ડટીવીના બિઝનેસ હેડ વિષ્ણુ શંકર કહે છે, “એન્ડટીવી અમારા દર્શકો સાથે ઊંડામથી જોડતી માનવી વાર્તાઓ કહેવા માટે કટિબદ્ધ છે, જેના ભાગરૂપ તમારે માટે દૂસરી મા લાવી છે. માતાઓ બિનશરતી પ્રેમ અને ત્યાગનું પ્રતીક હોય છે અને તેના અને તેના સંતાન વચ્ચેનો સંબંધ નિર્વિવાદ હોય છે.

જોકે જીવન વિપરીત સ્થિતિમાં મૂકે ત્યારે શું થાય? અમારો શો દૂસરી મા યશોદાના સ્વમાન અને માતૃત્વનાં પાસાં વચ્ચે સંઘર્ષની હૃદયસ્પર્શી વાર્તા છે. તે પતિના અનૈતિક સંબંધમાંથી જન્મેલા યુવા પુત્રને સ્વીકારવા માટે સખત પ્રયાસ કરે છે. આ પરિવાર, પ્રેમ, દગો અને ફરજની ભાવનાત્મક વાર્તા છે. અમને આશા છે કે અમારા દર્શકોને આ નવો પારિવારિક ડ્રામા અને નેહા જોશી અને આયુધ ભાનુશાલી વચ્ચે અદભુત કેમિસ્ટ્રી માણવાની મજા આવશે.”

ઝી સ્ટુડિયોઝના ચીફ બિઝનેસ ઓફિસર અંશુલ ખુલ્લરે જણાવ્યું હતું કે, “દૂસરી મા ઝી સ્ટુડિયોઝ દ્વારા પ્રોડ્યુસ અને ઈમ્તિયાઝ પંજાબી દ્વારા કો- પ્રોડ્યુસ્ડ અમારી સૌથી નવી ફિકશન ઓફર છે. આ પારિવારિક ડ્રામા અમારા મુખ્ય પાત્ર યશોદા ફરતે વીંટળાયેલો છે,

કારણ કે તે પતિના ભૂતકાળ અને તેના સાવકા પુત્ર કૃષ્ણ સાથે સંઘર્ષમય સંબંધોને ઝીલે છે. યશોદા જૂઠાણાનો ભોગ બનેલી પત્નીનો ક્રોધ અને માતાને ગુમાવનાર તેના સાવકા પુત્ર કૃષ્ણની હાડમારીઓ માટે અનુકંપા અને તેના સ્વીકારવા માટે સંઘર્ષ વચ્ચે ઝઝૂમતી યશોદાની મૂંઝવણને સુંદર રીતે દર્શાવે છે. અમને આશા છે કે દર્શકો 20મી સપ્ટેમ્બરે રાત્રે 8.00 વાગ્યાથી એન્ડટીવી પરથી પ્રસારિત થનારી આ હૃદયસ્પર્શી વાર્તા સાથે પોતાને જોડશે.”

કો-પ્રોડ્યુસર અને ડાયરેક્ટર ઈમ્તિયાઝ પંજાબી કહે છે, “દૂસરી મા એ મહિલા અને માતાની અદભુત વાર્તા છે. વાર્તા ઉત્તર પ્રદેશની પાર્શ્વભૂમાં સ્થાપિત છે, જે યશોદા અને કૃષ્ણનો પ્રવાસ અને તેનો અંતર્ગત ડ્રામા દર્શકોને દરેક પળે જકડી રાખે છે.

એન્ડટીવી સાથે ફરી એક વાર સંકળાવાની મને ખુશી છે, જેણે દર્શકોને અમુક અત્યંત અવિસ્મરણીય શો આપ્યા છે. મને અગાઉ નેહા અને આયુધ સાથે કામ કરવાની મજા આવી હતી અને દૂસરી મા સાથે અમે નવો ચમત્કાર સર્જીશું એવી આશા છે.”

પાત્ર વિશે બોલતાં દૂસરી મામાં યશોદા તરીકે નેહા જોશી કહે છે, “યશોદા સમર્પિત ગૃહિણી અને સમાજસેવિકા છે. તે વહાલી, વ્યવહારુ અને સાદી મહિલા છે. તેને બે પુત્રી છે અને તે માટે તેને ગર્વ છે. તે કોઈનો અનાદર કરતી નથી પરંતુ કોઈને તેનું અપમાન કરવા દેશે નહીં એવું અન્યોને જાણ કરાવવામાં ખચકાટ મહેસૂસ કરતી નથી.

તે લોકોને તેમની ભૂલનું ઊન કરાવવાની અજોડ અને બુદ્ધિશાળી રીત ધરાવે છે. કામ દરમિયાન તે એકલી અપરિણીત માતા માયાને મળે છે, જે મરણપથારી પર છે અને તેને તેના એકમાત્ર બાળક કૃષ્ણને સુરક્ષિત અને સંરક્ષિત ભવિષ્ય આપશે એવું વચન આપે છે.”

કૃષ્ણનું પાત્ર ભજવતો આયુધ ભાનુશાળી કહે છે, “કૃષ્ણ યશોદાનો પતિ અશોક અને માલાનો પુત્ર છે. તેમાં બાળકની બધી નિર્દોષતા છે. તે માતાને પ્રેમ કરે છે અને તે જ તેની દુનિયા છે. માતાને ગુમાવ્યા પછી કૃષ્ણ અજ્ઞાત પિતા અને તેની માતાને બચાવવાનું અને તેની સંભાળ લેવાનું ખોટું વચન આપવા માટે અને વાસ્તવમાં કોર્ટને

આદેશને લીધે તેને અનાલયમાં મોકલવા માટે યશોદાને દોષ આપીને તેના સહિતની દુનિયા પ્રત્યે ક્રોધિત છે અને ધિક્કારે છે.” ‘દૂસરી મા’ 20 સપ્ટેમ્બર, 2022થી રાત્રે 8.00 વાગ્યાથી એન્ડટીવી પરથી પ્રસારિત થાય છે, જે પછી દર સોમવારથી શુક્રવારે જોઈ શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.