ગરીબ વર્ગની મહત્વકાંક્ષાઓ પૂરી કરવા માટે EWS જરૂરી
નવી દિલ્હી, જનરલ ક્લાસના આર્થિક રીતે નબળા વર્ગ માટે ૧૦ ટકાના ક્વોટાને ન્યાયી ઠેરવતા કેન્દ્રએ દલીલ કરી હતી કે, ગરીબોની મદદ કરવા માટે હાથ લંબાવવો તે બંધારણીય જવાબદારી છે અને જે લોકોને તેમની આર્થિક સ્થિતિના કારણે તક નથી મળતી તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવી તે સરકારની ફરજ છે.
ચીફ જસ્ટિસ યુ.યુ. લિલત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, એસ રવિન્દ્ર ભાટ, બેલા એમ. ત્રિવેદી અને જે.બી. પારડીવાલાની ખંડપીઠ સમક્ષ હાજર થતાં એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ તેમજ સોલિસિટલ જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, ૧૦૩મો બંધારણીય સુધારો માન્ય હતો અને તે કલમ ૪૬ને આગળ વધારવા કરવામાં આવ્યો હતો, જે કહે છે કે રાજ્ય નબળા વર્ગોના લોકોના શૈક્ષણિક અને આર્થિક હિતોને વિશેષ કાળજી સાથે પ્રોત્સાહન આપશે.
પોતાની વાતને યથાવત્ રાખતાં, વેણુગોપાલે રજૂઆત કરી હતી કે, SC/ST/OBCના લોકોએ EWS ક્વોટા વિશે ફરિયાદ કરવી જાેઈએ નહીં કારણ કે તેમને તે અસર કરશે નહીં અને અનામતમાં તેમનો હિસ્સો સુરક્ષિત રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, EWS માટે ૧૦% ક્વોટા બાકીના ભાગમાંથી કાપવામાં આવશે, જે બિનઅનામતમાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જનરલ ક્લાસના આશરે ૫.૮ કરોડ લોકો ગરીબી રેખા હેઠળ છે અને જનરલ ક્લાસના ૩૫ ટકા લોકો જમીનવિહોણા છે અને EWS ક્વોટા તેમના માટે હતો. તેમણે કહ્યું હતું કે, જનરલ ક્લાસમાં આવતા ગરીબોના ઘણા બાળકો ખેતર તેમજ કારખાનામાં કામ કરવા માટે મજબૂર છે અને ગરીબીના કારણે શાળાએ જઈ શકતા નથી, તેમની મદદ કરવા માટે સરકાર બંધાયેલી છે.
સોલિસિટર જનરલે કહ્યું હતું કે, ગરીબ લોકોની મહત્વકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે સુધારો લાવવામાં આવ્યો હતો અને તે ફક્ત આ જ આધાર પર ચકાસી શકાય છે કે તે બંધારણના મૂળભૂત માળખાને નષ્ટ કરે છે. મહેતાએ કહ્યું હતું કે, ‘બીજા શબ્દોમાં કહીએ તો, જાે આવા સુધારાને સ્ટેન્ડમાં રખાશે તો બંધારણની ખૂબ જ પાયાની ઈમારત પડી ભાંગશે’.
૫૦% અનામતની મર્યાદા અનુલ્લંઘનીય અથવા અસ્થિર નથી તેવી દલીલ કરતાં તેમણે કહ્યું હતું કે, ‘એમ. નાગરાજના કેસમાં ચકાસાયેલા ૮૧મા સુધારા અધિનિયમ દ્વારા ૫૦ ટકા મર્યાદા નક્કી કરવામાં હતી, તે પછી બંધારણીય ખંડપીઠે જણાવ્યું હતું કે, અનામત હોવી જાેઈએ. ૫૦ ટકા મર્યાદામાં સુધારો થઈ શકે એમ નથી અને તે કોઈ મૂળભૂત માળખું પણ નથી.
અરજદારો જેમની દલીલ હતી કે અનામત પર ૫૦ ટકા મર્યાદા બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે જેનો ભંગ કરી શકાય નહીં, તેમની અરજીનો વિરોધ કરતાં સોલિસિટર જનરલે કહ્યું હતું કે ‘બંધારણમાં કોઈપણ દરખાસ્ત જે સ્થિર હોય તે ક્યારેય ક્યારેય મૂળભૂત માળખું ન હોઈ શકે કે જેથી કરીને કોઈને વંચિત કરી શકાય.SS1MS